આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 6 નવેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 06, 2017 આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ સમીક્ષા કર્યા બાદ આરબીઆઇ દ્વારા બ્રહ્માવર્ત કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 7 જુલાઈ 2017 થી 6 નવેમ્બર 2017 સુધી વધુ ચાર મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 7 જુલાઈ 2015 થી આ બેંક નિર્દેશો હેઠળ હતી. ઉપર ના નિર્દેશોમાં સુધારણા કરીને તેની માન્યતા 6 જુલાઈ 2017 સુધી વધારવામાં આવેલ છે. તેને 29 જુન 2017 ના ડાયરેકટીવ થી ફરી થી વધારી ને 6 નવેમ્બર 2017 સુધી કરવામાં આવી છે. જનતા ના અવલોકન માટે 29 જુન 2017 ના ડાયરેકટીવ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા નિર્દેશો માં કરવામાં આવેલ સુધારા નું અવલોકન બેંક ની નાણાકીય સ્થિતિ સુધરી છે કે બગડી છે તે નક્કી કરવા ના કરવું જોઈએ. રિઝર્વ બેંક સંજોગો ને અધીન યોગ્ય લાગે તો સુધારા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/49 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: