આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 31 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ધી સીકેપી કો-ઓપરેટીવ બેંક લીમીટેડ,મુંબઈ, મહારાષ્ટ્ર ને તારીખ 30 એપ્રિલ 2014 ના નિર્દેશ દ્વારા 02 મે 2014 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ મૂકવામાં આવી હતી. સમીક્ષા ને આધિન, નિર્દેશોની વૈધતાને સમય સમય પર ત્યાર પછીના નિર્દેશો દ્વારા, અંતિમ તારીખ 28 જુલાઈ 2016 ના આદેશ થી, લંબાવવામાં આવી હતી અને 31 જાન્યુઆરી 2017 સુધી વૈધ્ય હતી. જાહેર જનતા ની જાણ માટે સૂચિત કરવામાં આવે છે કે સમીક્ષા ને આધિન, 27 જાન્યુઆરી 2017 ના આદેશ દ્વારા ઉપરોક્ત નિર્દેશો ની વૈધ્યતા છ માસ ના સમય ગાળા માટે 01 ફેબ્રુઆરી 2017 થી 31 જુલાઈ 2017 સુધી, 30 એપ્રિલ 2014 ના નિર્દેશ માં નીચે જણાવેલ આંશિક સુધારાઓ સાથે, લંબાવવામાં આવી હતી: (i) બેંક ને ડીપોઝીટ સામે લોનો નું સમાયોજન કરવા દેવા માં આવે છે, જો ઋણકર્તા સાથે ના લોન એગ્રીમેન્ટ ની શરતો માં જોગવાઈ હોય કે તેના ચોક્કસ ડીપોઝીટ ખાતા (કોઇપણ નામે ઓળખાતા) માં ની રકમ ને બેંક દ્વારા તેના લોન ખાતા માં સમાયોજન /વિનિયોજન કરવા દેવા માં આવે, તો નીચેની વધારા ની શરતો ને અધીન લોન ખાતા ની બાકી નીકળતી રકમ સુધી આવું વિનિયોજન/ સમાયોજન કરી શકાશે:
(ii) બેંક ને નિયમિત અને સલામત સી સી ખાતાઓ (જે વ્યવસ્થિત હોય અને જેમાં વ્યાજ ની ચુકવણી નિયમિત હોય) તેને સ્ટાન્ડર્ડ ધિરાણ તરીકે ગણવાની મંજુરી આપવામાં આવે છે. જોકે, સી સી ખાતાઓનું ઉપાડ ના હેતુ માટે નવીનીકરણ કરવાની છૂટ નથી. ઉપરના મુદત માં વધારો અને સુધારા ને સૂચિત કરતા તારીખ 27 જાન્યુઆરી 2017 ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક નો ઉપરોક્ત મુદત વધારો અને સુધારો એવું અર્થઘટન સૂચવતો નથી કે બેંક ની નાણાંકીય સ્થિતિમાં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે. અનિરુધ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2016 – 2017/2040 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: