આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 29 સપ્ટેમ્બર 2017 સુધી કરવામાં આવેલ વધારો
તારીખ : જુલાઈ 28, 2017 આરબીઆઇ દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ઉત્તર પ્રદેશ ને આપવામાં સમીક્ષા કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક દ્વારા હરદોઇ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. હરદોઇ ને આપવામાં આવેલ નિર્દેશ ની મુદત માં તારીખ 30 જુલાઈ 2017 થી 29 સપ્ટેમ્બર 2017 સુધી વધુ બે મહિના માટે વધારો કરવામાં આવેલ છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (AACS) ની કલમ 35A ની જોગવાઈ અંતર્ગત 29 જુલાઈ 2016 થી આ બેંક નિર્દેશો હેઠળ હતી . 24 જુલાઈ 2017 ના ડાયરેકટીવ થી ઉપર ના નિર્દેશોમાં સુધારણા કરીને તેની માન્યતા 29 સપ્ટેમ્બર 2017 સુધી વધારવામાં આવેલ છે જનતા ના અવલોકન માટે 24 જુલાઈ 2017 ના ડાયરેકટીવ ને બેંક ની જગ્યાએ પ્રદર્શિત કરવામાં આવેલ છે. રિઝર્વ બેંક દ્વારા નિર્દેશો માં કરવામાં આવેલ સુધારા નું અવલોકન બેંક ની નાણાકીય સ્થિતિ સુધરી છે કે બગડી છે તે નક્કી કરવા ના કરવું જોઈએ. રિઝર્વ બેંક સંજોગો ને અધીન યોગ્ય લાગે તો સુધારા કરી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/277 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: