<font face="Mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમી - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ : 20 નવેમ્બર 2016 ભારતીય રિઝર્વ બેંક લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તારીખ 19 મે 2014 ના નિર્દેશ અન્વયે લોકસેવા સહકારી બેંક લીમીટેડ, પૂણે, મહારાષ્ટ્ર ને તારીખ 20 મે 2014 ના કામકાજ ના અંત થી છ માસ માટે નિર્દેશો હેઠળ મુકવામાં આવી હતી. નિર્દેશો ની વૈદ્યતા તારીખ 12 નવેમ્બર 2014, તારીખ 06 મે 2015, 04 નવેમ્બર 2015 અને 13 મે 2016 ના આદેશો દ્વારા પ્રત્યેક સમયે છ માસ માટે ચાર વખત લંબાવવામાં આવી હતી. અહીં જાહેર જનતા ની માહિતી માટે સૂચિત કરવામાં આવે છે કે તારીખ 19 મે 2014 ના નિર્દેશો, તારીખ 12 નવેમ્બર 2014, તારીખ 06 મે 2015, 04 નવેમ્બર 2015 અને 13 મે 2016 ના નિર્દેશ સાથે વંચાણમાં લેતાં, નો પરિચાલન સમય, સમીક્ષા ને અધીન, 11 નવેમ્બર 2016 ના સુધારેલા આદેશ અન્વયે વધુ છ માસ ના સમય માટે તારીખ 20 નવેમ્બર 2016 થી 19 મે 2017 સુધી લંબાવવામાં આવે છે. સંદર્ભ હેઠળના આદેશની અન્ય શરતો યથાવત રહેશે. તારીખ 11નવેમ્બર 2016 ના આદેશની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક નો ઉપરોક્ત સુધારો એવું અર્થઘટન સૂચવતો નથી કે ઉપરોક્ત બેંક ની નાણાંકીય સ્થિતિમાં વાસ્તવિક સુધારાથી ભારતીય રિઝર્વ બેંક સંતુષ્ટ છે. અનિરુધ્ધ ડી. જાદવ પ્રેસ પ્રકાશન: 2016-2017/1256 |