આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 27 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ભારતીય રિઝર્વ બેન્કે, સમીક્ષા ને અધીન, ધી મહામેધા અર્બન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, ઘાઝીયાબાદ ને જારી કરેલ નિર્દેશો 30 જાન્યુઆરી 2017 થી 29 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. બેંક 29 જુલાઈ 2016 થી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 A અન્વયે જારી કરેલ નિર્દેશો હેઠળ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ દ્વારા તેને આગળ 29 જુલાઈ 2017 સુધી લંબાવવામાં આવેલ છે. તારીખ 23 જાન્યુઆરી 2017ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતાના અવલોકન માટે બેંકના મકાનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા નિર્દેશ માં કરવામાં આવેલ સુધારા નું અર્થઘટન બેંક ની નાણાંકીય સ્થિતિમાં સુધારો અથવા બગાડ તરીકે ન કરવું જોઈએ. સંજોગોના આધારે રીઝર્વ બેંક આ નિર્દેશોમાં સુધારાઓ અંગે વિચારણા કરી શકે છે. અનિરુધ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2016-2017/2019 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: