આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે
તારીખ: 10 જાન્યુઆરી 2017 આરબીઆઇ ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો લંબાવે છે ભારતીય રિઝર્વ બેંકે ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરેલ નિર્દેશો આંશિક સુધારાઓ સાથે વધુ છ માસ ના સમય ગાળા માટે લંબાવેલ છે. જેવાકે : (i) રૂપિયા 50000 / થી વધુ નહી તેવી રકમ ડીપોઝીટર દ્વારા ઉપાડવા દેવામાં આવશે, એ શરતે કે જ્યાં પણ આવા ડીપોઝીટર ની બેંક પ્રત્યે કોઇપણ પ્રકારે જવાબદારી હોય અર્થાત ઋણકર્તા અથવા જામીન તરીકે, બેંક ડીપોઝીટ સામેની લોન સહિત, તે રકમ ને પ્રથમ સંબંધિત ઋણ ખાતામાં સમાયોજિત કરવામાં આવશે. (ii) બેંક ને ફિક્સ્ડ ડીપોઝીટ સામે લોનો નું સમાયોજન કરવા દેવા માં આવે છે, જો ઋણકર્તા સાથે ના લોન એગ્રીમેન્ટ ની શરતો માં જોગવાઈ હોય કે તેના ચોક્કસ ડીપોઝીટ ખાતા માં ની રકમ ને બેંક દ્વારા તેના લોન ખાતા માં સમાયોજન /વિનિયોજન કરવા દેવા માં આવે, તો કેટલીક વધારાની શરતો ને અધીન લોન ખાતા ની બાકી નીકળતી રકમ સુધી આવા વિનિયોજન/ સમાયોજન ને મંજુરી આપવામાં આવે છે. (iii) બેંક ને વર્તમાન સ્ટાન્ડર્ડ અને સલામત સી સી ખાતાઓ ની ઋણ સીમાઓ ને,ડાયરેક્ટર સંબંધિત લોનો સિવાય, વર્તમાન શરતો પ્રમાણે નવીનીકરણ કરવા દેવામાં આવે છે. તદ અનુસાર, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એએસીએસ) ની કલમ 35 (A) ની પેટા કલમ (1) અને (2) હેઠળ ભારતીય રીઝર્વ બેંક તેને મળેલ સત્તા અંતર્ગત નિર્દેશ આપે છે કે ધી સુરી ફ્રેન્ડસ યુનિયન કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, સુરી, પશ્ચિમ બંગાળ ને જારી કરવામાં આવેલા તારીખ 28 માર્ચ 2014 ના નિર્દેશ, સમય સમય પર સુધાર્યા પ્રમાણે, છેલ્લે તારીખ 29 જૂન 2016 ના નિર્દેશ, ઉપર ફકરા 1 દ્વારા સુધારા ને અધીન, બેંક ને 07 જાન્યુઆરી 2017 થી 06 જુલાઈ 2017 સુધી વધુ છ માસ ના સમય ગાળા માટે, સમીક્ષા ને અધીન, લાગુ પડવાનું ચાલુ રહેશે. સંદર્ભ હેઠળ ના નિર્દેશ ની અન્ય શરતો યથાવત રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1839 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: