<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે વૈશ્ય સહકારી કોમર્શિયલ đ - આરબીઆઈ - Reserve Bank of India
78504611
પ્રકાશિત તારીખ જુલાઈ 05, 2018
ભારતીય રિઝર્વ બેંકે વૈશ્ય સહકારી કોમર્શિયલ બેંક લિ., નવી દિલ્હી, પર લગાવેલા નિર્દેશોનો સમયગાળો લંબાવ્યો
૫ જુલાઈ ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેંકે વૈશ્ય સહકારી કોમર્શિયલ બેંક લિ., નવી દિલ્હી, પર લગાવેલા નિર્દેશોનો સમયગાળો લંબાવ્યો આથી બેંકિંગ વિનિયમ અધિનિયમ, ૧૯૪૯ (જેમકે સહકારી મંડળીઓને લાગુ) ની કલમ ૫૬ સાથે વંચાતી કલમ ૩૫(એ) ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ આપે છે કે તા.૨૮ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ વૈશ્ય સહકારી કોમર્શિયલ બેંક લિ., નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશ, જેમાં સમયાંતરે ફેરફાર કર્યા હતા, જેની સમયાવધિ ૮ જુલાઈ ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી હતી તે ૯ જુલાઈ ૨૦૧૮ થી ૮ ઓક્ટોબર ૨૦૧૮ સુધી સમીક્ષાને આધીન, વધુ ત્રણ મહિના સુધી લાગુ થશે. આશીષ દરયાની પ્રેસ પ્રકાશન: 2018-2019/43 |
प्ले हो रहा है
સાંભળો
શું આ પેજ ઉપયોગી હતું?