આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે
0૮ સપ્ટેમ્બર 2017 આર બી આઈ એ ધી વૈશ કો - ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હીનાં નિર્દેશો ની અવધિ ૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી છે. આથી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ છે તે) ની કલમ 56 સહીત કલમ 35-A ની પેટા કલમ (૧) હેઠળ પ્રદત્ત સતાની રૂએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા સૂચિત કરે છે કે તારીખ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫ નાં રોજ ધી વૈશ કો ઓપરેટીવ કોમર્શિયલ બેંક લિમિટેડ, નવી દિલ્હી ને જારી કરેલ નિર્દેશો, જે સમયસમય પર સુધારેલ હતા, જેની કાયદેસરતા ૮ સપ્ટેમ્બર, 2017 સુધી લંબાવેલ હતી, તે ૯ સપ્ટેમ્બર 2017 થી ૮ જાન્યુઆરી 2018 સુધી આગામી ચાર મહિના માટે ઉપરોક્ત બેંક પર લાગુ રહેશે અને તે સમીક્ષાને આધીન રહેશે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/675 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: