<font face="mangal" size="3">ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા 15 એપ્રિલ 2017 સુધી લંબાવે છે
તારીખ: 14 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા 15 એપ્રિલ 2017 સુધી લંબાવે છે. ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, HCBL કો. ઓપરેટીવ બેંક. લી, લખનૌ, ઉત્તર પ્રદેશ ને, ને જારી કરેલ નિર્દેશો તારીખ 16 ઓક્ટોબર 2016 થી 15 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) હેઠળ જારી કરેલ તારીખ 10 એપ્રિલ 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 16 એપ્રિલ 2015 ના કામકાજ ના અંત થી નિર્દેશો હેઠળ હતી. ઉપરોક્ત નિર્દેશ ને સુધારવામાં આવ્યો હતો અને તેની વૈધ્યતા તારીખ 15 ઓક્ટોબર 2016 સુધી લંબાવવામાં આવી હતી. તારીખ 07 ઓક્ટોબર 2016 ના નિર્દેશ દ્વારા તેને તારીખ 15 એપ્રિલ 2017 સુધી લંબાવવામાં આવ્યો. નિર્દેશ ની અન્ય શરતો યથાવત રહેશે. તારીખ 07 ઓક્ટોબર 2016 ના નિર્દેશ ની એક નકલ જાહેરજનતા ના અવલોકન માટે બેંક ના મકાન માં પ્રદર્શિત કરવામાં આવી છે. સંજોગો અનુસાર ભારતીય રિઝર્વ બેંક નિર્દેશ માં સુધારા કરવાનું વિચારી શકે છે. અનિરુદ્ધ ડી જાદવ પ્રેસ પ્રકાશન : 2016-2017/928 |