આર બી આઈ ધ ઇંડિયન મર્કનટાઇલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, લખનૌ, (UP) ને જારી કરવામાં આવેલા નિર્દેશોની વૈધ્યતા લંબાવે છે
માર્ચ 10, 2017 આર બી આઈ ધ ઇંડિયન મર્કનટાઇલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, લખનૌ, (UP) ને જારી કરવામાં આવેલા ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ઇંડિયન મર્કનાટાઇલ બેન્ક, લખનૌ ને જારી કરવામાં આવેલા નિર્દેશો ને વધુ છ માસ ના સમય માટે, માર્ચ 12, 2017 થી સપ્ટેમ્બર 11, 2017 સુધી, ફેર વિચારણા ને આધીન, લંબાવે છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS) ની કલામ 35 A ની પેટા કલમ (1) હેઠળ, તારીખ જૂન 12, 2014 થી બેંક તારીખ જૂન 4, 2014 ના જારી કરવામાં આવેલ નિર્દેશ દ્વારા નિર્દેશો હેઠળ છે. ઉપરોક્ત નિર્દેશ ને આર બી આઈ ના તારીખ જુલાઇ 30, 2014, ડિસેમ્બર 08, 2014, જૂન 2, 2015, સપ્ટેમ્બર 7, 2015, ઓક્ટોબર 19, 2015, ડિસેમ્બર 07, 2015, માર્ચ 04, 2016, સપ્ટેમ્બર 02, 2016 અને નવેમ્બર 25, 2016, ના નિર્દેશો દ્વારા સુધારી ને તેની વૈધ્યતા લંબાવવામાં આવી હતી. નિર્દેશ ની વૈધ્યતા કે જેને છેલ્લે માર્ચ 12, 2017 સુધી લંબાવવામાં આવી હતી તેને વધુ છ માસ ના સમય માટે માર્ચ 12, 2017 થી સપ્ટેમ્બર 11, 2017 સુધી, તારીખ માર્ચ 09, 2017 ના સુધારેલા નિર્દેશ દ્વારા, ફેરવિચારણા ની આધીન,લંબાવવામમા આવે છે. નિર્દેશો ને પણ સુધારવામાં આવે છે અને કેટલીક શરતો ને આધીન બેન્ક ને એ જ ઋણ લેનાર ની લોન નું ડિપોઝિટ સામે સમાયોજન કરવા દેવાની પરવાનગી છે. તારીખ માર્ચ 09, 2017 ના નિર્દેશ ની નકલ બેન્કના મકાનમાં જનતા ના અવલોકન માટે પ્રદશિત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા નિર્દેશ માં કરવામાં આવેલા સુધારા નું અર્થઘટન એવું નથી કે બેન્કની નાણાકીય સ્થિતિ માં સુધારો કે બગાડ થયો છે. પરિસ્થિતિને આધીન, ભારતીય રિઝર્વ બેન્ક, નિર્દેશ માં ફેરફાર કરવાનું વિચારી શકે છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2428 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: