<font face="mangal" size="3px">ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બ& - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક. લી. મેરઠ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ નિર્દેશો ની વૈધતા લંબાવે છે.
તારીખ: 5 ઓક્ટોબર 2016 ભારતીય રીઝર્વ બેંક મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક. લી. મેરઠ, ઉત્તર પ્રદેશ ને જારી કરેલ ભારતીય રીઝર્વ બેંકે (આર બી આઇ), સમિક્ષાને આધીન, મર્કેન્ટાઈલ કો. ઓપરેટીવ બેંક લી. મેરઠ, ને જારી કરેલ નિર્દેશો તારીખ 6 ઓક્ટોબર 2016 થી 5 એપ્રિલ 2017 સુધી વધુ છ માસના સમય માટે લંબાવેલ છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 (AACS)ની કલમ 35 (A) ની પેટા કલમ (1) હેઠળ જારી કરેલ તારીખ 30 સપ્ટેમ્બર 2015 ના નિર્દેશ દ્વારા બેંક તારીખ 6 ઓક્ટોબર 2015 થી નિર્દેશો હેઠળ હતી. ઉપરોક્ત નિર્દેશને તારીખ 29 માર્ચ 2016 ના RBI ના નિર્દેશ અન્વયે સુધારવામાં આવ્યો / તેની વૈધતા લંબાવવામાં આવી. નિર્દેશની વૈધતા, જે છેલ્લે 5 ઓક્ટોબર 2016 સુધી લંબાવેલ હતી, તેને તારીખ 30 સપ્ટેમ્બર 2016 ના સુધારેલા નિર્દેશ અન્વયે વધુ છ માસના સમય માટે 6 ઓક્ટોબર 2016 થી 5 એપ્રિલ 2017 સુધી લંબાવવામાં આવેલી ચી. સંદર્ભ હેઠળના નિર્દેશની અન્ય શરતો યથાવત રહેશે. તારીખ 30 સપ્ટેમ્બર 2016 ના નિર્દેશની એક નકલ બેંકના મકાનમાં જાહેરજનતાના અવલોકન માટે પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય રીઝર્વ બેંક દ્વારા નિર્દેશોમાં કરાયેલા સુધારાનું અર્થઘટન બેંક ની નાણાંકીય પરિસ્થિતિમાં સુધારા અથવા ખરાબી તરીકે ન કરવું જોઈએ. સંજોગોના આધારે રીઝર્વ બેંક નિર્દેશોમાં સુધારો કરવાનું વિચારી શકે છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત: 2016 – 2017/863 |