<font face="mangal" size="3px">ગેરકાયદેસર રીતે થાપણોનો સંગ્રહ રોકવા માટે ર&# - આરબીઆઈ - Reserve Bank of India
ગેરકાયદેસર રીતે થાપણોનો સંગ્રહ રોકવા માટે રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા “સચેત” નામની વેબસાઇટનો શુભારંભ
ઓગસ્ટ ૦૪, ૨૦૧૬ ગેરકાયદેસર રીતે થાપણોનો સંગ્રહ રોકવા માટે રિઝર્વ બેંકના ગવર્નર દ્વારા “સચેત” નામની વેબસાઇટનો શુભારંભ “ઝડપી અનુસરણનો આરંભ અને દોષિતોને દંડિત કરી આવા કેસોનું તાર્કિક નિષ્કર્ષ લાવવું એ આવી સંસ્થાઓને ભવિષ્યમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરવાથી રોકવા માટે સૌથી મહત્વપૂર્ણ છે. હું આશા રાખું છું કે “સચેત” આ કરવામાં નિયમનકારોને એટલુંજ મદદરૂપ હશે જેટલું જાહેર જનતાના સભ્યો ને સંસ્થાઓ વિશે સમયસર માહિતી આપી તેમના મહેનતથી કમાયેલ પૈસા ભરોસાપાત્ર સંસ્થાઓ સાથે જમા કરવામાં મદદરૂપ થશે.” ડો. રઘુરામ જી રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક એ આજે “સચેત” ના શુભારંભે જણાવ્યું હતું કે – આ વેબસાઇટ પરથી જાહેર જનતાના સભ્યો થાપણો સ્વીકાવાપાત્ર અધિકૃત સંસથાઓ સંબંધિત જાણકારી મેળવી શકશે, ફરિયાદ દાખલ કરી શકશે અને અનૈતિક સંસ્થાઓ દ્વારા ગેરકાયદેસર થાપણ સ્વીકૃતિ સંબંધિત માહિતીનું આદાન-પ્રદાન કરી શકશે. વેબસાઇટ નિયમનકારો અને રાજ્ય સરકારની એજન્સીઓ વચ્ચે સંકલન વધારવામાં પણ મદદરૂપ બનશે અને આમ અનૈતિક સંસ્થાઓ દ્વારા થાપણોની અનધિકૃત સ્વીકૃતિ ના બનાવો રોકવામાં ઉપયોગી રહેશે. ગવર્નરે SLCCsનાં નવસંચાર માટે શ્રી યુ.કે. સિંહા, ચેરમેન, સેબી અને રાજ્યના મુખ્ય સચિવો ની ભૂમિકાને પણ સરાહી હતી. વેબસાઇટની URL છે - www.sachet.rbi.org.in વેબસાઇટની વિશેષતાઑ સમજાવતા, ડેપ્યુટી ગવર્નર શ્રી એસ. એસ. મુન્દ્રાએ જણાવ્યું હતું કે, જાહેર જનતાના સભ્યો વેબસાઇટ પરથી થાપણો સ્વીકારવા માંગતી ચોક્કસ સંસ્થા કોઈપણ નિયમનકાર સાથે નોંધાયેલ છે કે નહીં અને તે સંસ્થા થાપણો સ્વીકારવા માટે અધિકૃત છે કે નહીં એ તપાસ કરી શકશે. વેબસાઇટ પર તમામ નાણાકીય નિયમનકારો દ્વારા વિભિન્ન સંસ્થાઓ ને અનુસરવાનાં નિયમો સામેલ છે. વધુમાં, જાહેર જનતાના સભ્યો વેબસાઇટ પર કોઈ સંસ્થા દ્વારા ગેરકાયદેસર નાણાં સ્વીકાર કરેલ છે અથવા થાપણોની ચુકવણીમાં કસૂરવાર છે એની ફરિયાદ દાખલ કરી શકે છે અને તેની માહિતી મેળવી શકે છે. તેઓ આ પોર્ટલ પર આવી કોઇ પણ સંસ્થા વિષે માહિતીનું આદાન-પ્રદાન કરી શકે છે. વેબસાઇટ પર મર્યાદિત ઉપભોગતા વર્ગ માટે અલગ વિભાગ પણ રાખેલ છે જેના પર તેઓ માર્કેટ ઇન્ટેલીજન્સ અને અન્ય માહિતી જેમ કે સભાની કાર્યસૂચિ, અને મિનટ્સ આખા દેશમાં વાસ્તવિક સમય ધોરણે આદાન-પ્રદાન કરી શકે છે. શ્રી મુન્દ્રાને આશા કરી હતી કે વેબસાઇટ "બળ ગુણક" તરીકે કાર્ય કરશે અને આગળનાં સમયમાં SLCCsની કામગીરી વધુ અસરકારક બનાવશે અને અનધિકૃત નાણાં એકત્રિત કરતી પ્રવૃત્તિઓ ને રોકવામાં સક્ષમ રહશે. શ્રી એસ રમન, સેબીના હોલ ટાઇમ ડાયરેક્ટર આ પ્રસંગે હાજર હતા. શ્રી રમને વેબસાઇટ શુભારંભ ના પ્રયાસ ની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ વેબસાઇટ પર જાહેર થાપણો સ્વીકારતી અનૈતિક સંસ્થાઓ સામે લડવા માટે, પ્રિવેન્ટિવ અને શૈક્ષણિક તત્વો ઉમેર્યા છે જે ઉપયોગી ભૂમિકા ભજવશે. અન્ય નિયમનકારો જેમ કે ઇરડા અને રાજ્ય સરકારોનાં પ્રતિનિધિઓએ વિડિયો કોન્ફરન્સ મારફતે આ પ્રસંગમાં ભાગ લીધો હતો. રાજ્યોનાં મુખ્ય સચિવો જે વિડિયો કોન્ફરન્સ દ્વારા લોન્ચમાં જોડાયા હતા તેમણે આ પગલાંની સરાહના કરી અને જણાવ્યું હતું કે આ વેબસાઇટ ઇન્ટર એજન્સી સંકલનની ખાતરી માટે ઉપયોગી ભૂમિકા ભજવશે. આ વેબસાઇટ ની એક વિડિઓ વેબસાઇટનાં મુખ્ય લક્ષણોને પ્રકાશિત કરવા માટે લોન્ચ દરમિયાન દર્શાવવામાં આવી હતી. પૂર્વભૂમિકા તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્ય સ્તરીય સંકલન સમિતિ (SLCCs) હોય છે. SLCCsમાં વિવિધ નિયમનકારો, જેમ કે, ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી), નેશનલ હાઉસિંગ બેન્ક (એનએચબી), ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા), રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) અને સંબંધિત રાજ્ય સરકારનાં વિભાગો, જેમ કે, ગૃહ વિભાગ, નાણા વિભાગ, કાયદા વિભાગ અને વિવિધ પોલીસ સત્તાધિકારીયોનો સમાવેશ થાય છે. 2014માં SLCCs નું પુનઃગઠન દરેક રાજ્યમાં અનધિકૃત થાપણોના ઉઘરાણી નિયંત્રણ કરવા માટે થયું હતું અને તેઓ અવાર-નવાર મુખ્ય સચિવો/ સંબંધિત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોના સંચાલકોના અધ્યક્ષપદ હેઠળ રાજ્ય અને નિયામનકરોના વરિષ્ઠ સ્તરના અધિકારીયો સાથે મળે છે. SLCCs વારં-વાર આ બધી એજન્સીઓના વરિષ્ઠ સ્તરના અધિકારીયો સાથે અનધિકૃત થાપણો સ્વીકૃતિ ની માહિતી શેર કરે છે અને તેમની વિરુદ્ધ સમયસર કાર્યવાહી શરૂ કરે છે. અલ્પના કિલાવાલા પ્રેસ પ્રકાશન : 2016-2017/312 |