<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક દ્વારા 11 અરજદારોને પેમેન્ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક દ્વારા 11 અરજદારોને પેમેન્ટ બેંક તરીકેની સૈદ્ધાંતિક અનુમતિ
ઓગષ્ટ 19, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા 11 અરજદારોને પેમેન્ટ બેંક તરીકેની સૈદ્ધાંતિક અનુમતિ ભારતીય રિઝર્વ બેંકે નીચે જણાવેલ 11 અરજદારોને નવેમ્બર 27, 2014 ના રોજ જારી કરવામાં આવેલ ‘પેમેન્ટ બેંકોને લાઇસંસ પ્રદાન કરવા માટેની માર્ગદર્શિકા’ હેઠળ પેમેન્ટ બેંકની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક અનુમતિ આપવા માટેનો નિર્ણય કર્યો છે(માર્ગદર્શિકાઓ).
વરણી પ્રક્રિયા અરજદારોની વરણી કરવા માટેની પ્રક્રિયા નીચે પ્રમાણે રહી: પ્રથમ, ડૉ. નચિકેત મોર, નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની અધ્યક્ષથા વાળી એક બાહ્ય સલાહકાર સમિતિ (EAC) દ્વારા વિસ્તૃત રીતે તપાસ કરવામાં આવી. બાહ્ય સલાહકાર સમિતિની ભલામણો ગવર્નર તેમજ ચાર ઉપ ગવર્નરોને સમાવિષ્ટ કરતી આંતરિક અનુવીક્ષણ સમિતિ (ISC) માટે પ્રવિષ્ટ સૂચના બની રહી. આ આંતરિક અનુવીક્ષણ સમિતિએ સ્વતંત્ર રીતે બધા જ આવેદનપત્રોની ચકાસણી કર્યા બાદ કેન્દ્રીય બોર્ડ સમિતિ (CCB) માટે ભલામણોની અંતિમ સૂચિ તૈયાર કરી. ઓગષ્ટ 19, 2015 ના રોજ મળેલી તેની બેઠકમાં કેન્દ્રીય બોર્ડ સમિતિએ આવેદન-પત્રો, EAC તથા ISC દ્વારા કરવામાં આવેલી ભલામણો ઉપર વિચારવિમર્શ કર્યો તથા અરજદારોની ઘોષિત સૂચિને અનુમોદના આપી. અંતિમ સૂચી નક્કી કરતી વખતે, CCBએ એ બાબતની નોંધ લીધી છે કે ઊભરી રહેલા પેમેન્ટ કારોબારમાં આ તબક્કે સૌથી વધુ સફળ થઇ શકે તેવા મોડેલ અંગે અનુમાન કરવું તે મુશ્કેલ છે. CCBએ તે બાબતની પણ નોંધ લીધી છે કે પેમેન્ટ બેંકો ધીરાણ કરી શકસે નહીં અને તેથી, એમ માનવામાં આવે છે કે પેમેન્ટ બેંક કોઈ સંપૂર્ણ સેવા બેંક જેટલા જોખમોને આધીન નથી. આથી CCBએ અરજદારોનું એવા આશયથી મૂલ્યાંકન કર્યું કે શું પેમેન્ટ બેંકના મર્યાદિત કાર્યોમાં પણ તેમાં કોઈ અસ્વીકાર્ય જોખમ ઊભું થશે. તેણે વિભિન્ન ક્ષેત્રોમાં અનુભવપ્રાપ્ત તેમજ વિભિન્ન પ્રકારની ક્ષમતાઓવાળી સંસ્થાઓની જ વરણી કરી છે જેથી જૂદા જૂદા મોડેલોનું પરિક્ષણ થઈ શકે. તેણે એ પણ સુનિશ્ચિત કરેલ છે કે વરણી કરેલા બધા જ અરજદારો દેશના ખૂણે-ખૂણામાં અત્યાર સુધી વંચિત રહી ગયેલા ગ્રાહકોને સેવા પ્રદાન કરવા માટેની પહોંચ તેમજ પ્રૌદ્યોગિક અને નાણાકીય ક્ષમતા ધરાવતા હોય. તથાપિ, આ સૈદ્ધાંતિક અનુમતિ માર્ગદર્શિકાઓમાં દર્શાવેલી શરતો {(15(V)} ને આધીન છે, જેના અંતર્ગત ચાલુ કિસ્સાઓની ગિતિવિધિઓ પણ શામેલ છે. ભવિષ્યમાં રિઝર્વ બેંક આ લાઇસંસિંગ દોરથી મળેલી શીખનો ઉપયોગ માર્ગદર્શિકાઓનું સમુચિત રીતે સંશોધન કરવામાં તેમજ વાસ્તવમાં નિયમિત રૂપથી “ઓન-ટેપ”ના આધાર ઉપર લાઇસંસ આપવાનું શરૂ કરવામાં કરવા ધારે છે. રિઝર્વ બેંક એમ માને છે કે અમુક સંસ્થાઓ જે આ દોરમાં પાત્રતા હાંસલ નથી કરી શકી તે ભવિષ્યના દોરમાં સફળ થઈ શકે છે. પશ્ચાદભૂમિકા એ બાબત યાદ હશે કે રિઝર્વ બેંકે 27 ઓગષ્ટ, 2013 ના રોજ તેની વેબસાઇટ પર ભારતમાં બેંકિંગ સંરચના – આગામી માર્ગ નામના વિષય પર એક નીતિવિષયક ચર્ચા પત્ર પ્રસ્તુત કર્યો હતો. ઉક્ત ચર્ચા પત્રમાં એમ જોવામાં આવેલ છે કે ભારતમાં એક વિશેષ પ્રકારની બેંકિંગની આવશ્યકતા છે, તથા વિવિધમુખી લાઇસંસિંગ આ દિશામાં એક યથાર્થ કદમ હોઈ શકે છે, ખાસ કરીને બુનિયાદી ઢાંચાની નાણાકીયપૂર્તિ, થોક બેંકિંગ અને રિટેઈલ બેંકિંગના સંદર્ભમાં. ત્યારબાદ, લઘુ કારોબાર અને નિમ્ન આવકવાળા પરિવારો માટે વ્યાપક નાણાકીય સેવાઓ પર રચિત સમિતિ (ચેરમેન ડૉ. નચિકેત મોર) એ જાન્યુઆરી 2014 માં તેના જારી કરેલા અહેવાલમાં સર્વવ્યાપી પેમેન્ટ નેટવર્ક અને બચત પ્રત્યે સાર્વત્રિક પહોંચ જેવી બાબતો સાથે સંકળાયેલા સર્વ મુદ્દાઓની તપાસ કરી છે અને સમિતિએ વસ્તીની અંદર અત્યાર સુધી વંચિત રહી ગયેલા વર્ગોને નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટે પેમેન્ટ બેંકોના લાઇસંસિંગ માટેની ભલામણ કરી છે. માનનીય નાણા મંત્રીએ જુલાઈ 10, 2014 ના રોજ કેન્દ્રીય બજેટ, 2014-2015 પ્રસ્તુત કરતા એમ ઘોષિત કર્યું હતું કે: “હાલના ઢાંચામાં સુયોગ્ય પરિવર્તન કર્યા પછી, વર્તમાન નાણાકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રમાં સાર્વભૌમિક બેંકોને સતત પ્રાધિકાર આપવા માટે એક ઢાંચો તૈયાર કરવામાં આવશે. નાની બેંકો તેમજ અન્ય વિશિષ્ટ બેંકોને લાઇસંસ આપવા માટે ભારતીય રિઝર્વ બેંક એક ઢાંચો તૈયાર કરશે. વિશેષ હિતોની પૂર્તિ કરવા માટે વિશિષ્ટ બેંકો, સ્થાનિક ક્ષેત્રીય બેંકો, પેમેન્ટ બેંકો વિગેરેનો વિચાર નાના કારોબાર, અસંગઠિત ક્ષેત્ર, નિમ્ન આવકવાળા કુટુંબો, ખેડૂતો અને વિચરતા કારીગર વર્ગની શાખ તેમજ પ્રેષણ અંગેની જરૂરિયાતોને પૂરી કરવા માટે કરવામાં આવ્યો છે.” પેમેન્ટ બેંકોના લાઇસંસિંગ માટેની માર્ગદર્શિકાઓનો એક મુસદ્દો જાહેર જનતાના અભિપ્રાય અર્થે જુલાઈ 17, 2014 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. માર્ગદર્શીકાઓના આ મુસદ્દાના સંદર્ભમાં પ્રાપ્ત ટિપ્પણીઓ અને ભલામણોના આધાર ઉપર નવેમ્બર 27, 2014 ના રોજ પેમેન્ટ બેંકોના લાઇસંસિંગ માટે અંતિમ માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી. રિઝર્વ બેંકે ના રોજ માર્ગદર્શિકાઓના સંદર્ભમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નો (કુલ સંખ્યા-144) ના સંદર્ભમાં જાન્યુઆરી 01, 2015 ના રોજ એક સ્પષ્ટીકરણ પણ જારી કરેલ હતું. રિઝર્વ બેંકને પેમેન્ટ બેંકો માટે કુલ 41 અરજીઓ મળી હતી. સૈદ્ધાંતિક અનુમતિ અંગેની માહિતી પ્રદાન કરવામાં આવેલી સૈદ્ધાંતિક અનુમતિ 18 મહિના માટે ચલણમાં રહેશે જે સમય દરમિયાન અરજદારોએ માર્ગદર્શિકાઓ અંતર્ગત આપવામાં આવેલી આવશ્યકતાઓની પૂર્તિ કરવાની રહેશે અને રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી અન્ય શરતોનું પણ પાલન કરવાનું રહેશે. અરજદારોએ રિઝર્વ બેંક દ્વારા પ્રદાન કરવામાં આવેલ સૈદ્ધાંતિક અનુમતિના ભાગરૂપે નિર્ધારિત કરવામાં આવેલી બધી જ આવશ્યક શરતોનું અનુપાલન કર્યું છે એ બાબતનો જ્યારે સંતોષ થશે, ભારતીય રિઝર્વ બેંક તેઓને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 22(1) અંતર્ગત બેંકિંગ કારોબાર શરૂ કરવા માટે લાઇસંસ પ્રદાન કરવા માટે વિચાર કરશે. જ્યાં સુધી નિયમિત લાઇસંસ જારી નહીં કરવામાં આવે, અરજદાર કોઈપણ બેંકિંગ કારોબાર શરૂ નહીં કરી શકે. વધારાની માહિતી માર્ગદર્શિકાઓમાં જોગવાઈ કરવામાં આવી છે કે પ્રથમ દર્શી પાત્રતા માટેની શરૂઆતની તપાસ પછી અરજીઓ આ પ્રયોજન માટે રચવામાં આવેલી બાહ્ય સલાહકાર સમિતિને (EAC) મોકલી આપવામાં આવશે. એ મુજબ, અરજીઓની તપાસ કરવા માટે તથા કેવળ એજ અરજદારો કે જેઓએ માર્ગદર્શિકાઓનું અનુપાલન કર્યું છે, તેમને લાઇસંસ આપવા માટેની ભલામણ કરવા માટે રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 04, 2015 ના રોજ ડૉ. નચિકેત મોર, નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડની અધ્યક્ષતામાં એક EACની રચના કરી. આ EAC માં ત્રણ સભ્યો સમાવિષ્ટ હતા : સુશ્રી રુપા કુડવા, ભૂતપૂર્વ એમ.ડી. તેમજ સી.ઇ.ઓ., સીઆરઆઈએસઆઇએલ લિમિટેડ, સુશ્રી શુભલક્ષ્મી પનસે, ભૂતપૂર્વ અધ્યક્ષ તથા પ્રબંધ નિર્દેશક, અલ્હાબાદ બેંક તેમજ ડૉ. દીપક પાઠક, ચેર પ્રોફેસર, આઈઆઈટી, મુંબઈ. ત્યારબાદ સુશ્રી રુપા કુડવાએ જાતે જ આ સમિતિના સભ્યપદને છોડી દીધું અને રિઝર્વ બેંકે મે 2015 માં શ્રી નરેશ ટક્કર, પ્રબંધ નિર્દેશક અને ગ્રુપ સીઈઓ, આઇસીઆરએ લિમિટેડ ને સમિતિમાં શામેલ કર્યા. માર્ગદર્શિકાઓમાં દર્શાવ્યા અનુસાર, બાહ્ય સલાહકાર સમિતિ(EAC)એ અરજીઓનું પરિક્ષણ કરવા માટેની પોતાની કાર્યપદ્ધતિ જાતે નિશ્ચિત કરી હતી જેમાં જરૂરિયાત મુજબ વધુ માહિતી મંગાવવાનો પણ સમાવેશ થતો હતો. અરજીઓનું પરિક્ષણ નાણાકીય સદ્ધરતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યુ હતું અર્થાત્ પ્રવર્તક અને પ્રવર્તકના ગ્રુપની મુખ્ય સંસ્થાઓનો છેલ્લા પાંચ વર્ષનો ટ્રેક રેકોર્ડ. મુલ્યાંકનમાં સંચાલન સંબંધિત મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં સમુચિત સાવધાની અહેવાલો અને/અથવા જાણીજોઈને તેમજ વારંવારના કાયદાકીય/વિનિયમોના ઉલ્લંઘન પ્રત્યે નિર્દેશ કરતી હોય એવી બીજી કોઈ પણ માહિતી જેના આધારે પ્રવર્તકો માટેના ‘સમુચિત અને ઉપયુક્ત (fit and proper)’ ના માનદંડ ઉપર વિશેષ ધ્યાન આપતા સંચાલનથી જોડાયેલા અનેક મુદ્દાઓ, હાલની તેમજ પ્રદર્શિત ભૌતિક ગ્રામીણ પહોંચના યોગદાનમાં ઉત્તરોઉત્તર વિકાસ, કારોબાર મોડલ નવીનીકરણ, પ્રૌદ્યોગિક તેમજ પરિચાલનાત્મક ક્ષમતા દર્શાવવાવાળું કોઈ એવું મૉડલ, જે અપેક્ષિત માત્રામાં લેણદેણના વ્યવહારો તેમજ ધનરાશિને ઉચ્ચ માત્રાની વિશ્વસનીયતા એવં સુરક્ષા સહિત સંભાળી શકે તથા ઉત્પાદ મિશ્ર, નવીનતમ પ્રૌદ્યોગિક સમાધાનો, ભૌગોલિક પહોંચ તેમજ વ્યવહારુ નાણાકીય યોજના સાથેનો પ્રસ્તાવિત કારોબાર યોજના. બાહ્યપ્રસાર (Outreach) તેમજ ઓછા મૂલ્યના અને મોટી માત્રામાં લેણદેણના વ્યવહારો સંભાળી શકે તેવી ક્ષમતાના મૂલ્યાંકનને સાર્થક બનાવવાના હેતુથી અરજદારો પાસેથી અતિરિક્ત માહિતી પણ મંગાવવામાં આવી હતી અને બાહ્ય સલાહકાર સમિતિ(EAC) દ્વારા નિર્ણય લેવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાહ્ય સલાહકાર સમિતિ(EAC)એ તેનો અહેવાલ તા. 06 જુલાઈ, 2015 ના રોજ પ્રસ્તુત કર્યો હતો. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/437 |