ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દિલીપ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., બરશી, સોલાપુર મહારાષ્ટ્રને – દંડિત કરવામાં આવી
ડિસેમ્બર 03, 2018 ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દિલીપ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., બરશી, સોલાપુર મહારાષ્ટ્રને – દંડિત કરવામાં આવી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દિલીપ અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., બરશી, સોલાપુર (મહારાષ્ટ્ર) પર રૂ ૨.૦૦ લાખ (રૂપિયા બે લાખ પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (બી) ની જોગવાઈઓ અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં ઇન્વેસ્ટમેન્ટ અને નોન એસ એલ આર ઇન્વેસ્ટમેન્ટની સમજ / વિવેક પૂર્વકની મર્યાદાઓ સંદર્ભે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન માટે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પ્રત્યુરમાં બેંકે લેખિતમાં જવાબ પાઠવેલ છે. કેસના સમગ્ર મુદ્દાઓ, બેન્કનો જવાબ ધ્યાને લીધા પછી ભારતીય રિઝર્વ બેન્ક આ નિર્ણય પર પહોંચી કે ઉલલંઘન સાબિત થયા છે અને દંડ ની દરકાર છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1273 |