ડો. શિવાજીરાઓ પાટિલ નીલંગેકર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., નીલંગા, મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દંડ લગાવવામાં આવ્યો
ડિસેમ્બર 04, 2018 ડો. શિવાજીરાઓ પાટિલ નીલંગેકર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., નીલંગા, મહારાષ્ટ્ર પર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ડો. શિવાજીરાઓ પાટિલ નીલંગેકર અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિ., નીલંગા પર રૂ. ૧,૮૦,૦૦૦/- (રૂપિયા એક લાખ એંશી હાજર પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ ને કલમ કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન સંદર્ભે : (અ) કે વાય સી ગાઇડલાઇન્સ નું પાલન ન કરવું, (બ) કોઈ પણ સી. આઈ. સી ની મેમ્બરશિપ ગ્રહણ નહિ કરવી, (ક) ભારતીય રિઝર્વ બેન્કના ઇન્સ્પેક્શન રિપોર્ટ નો સંતોષકારક અનુપાલન સમયસર નહિ મોકલવો., (ડ) ફંડ્સને ડીપોઝીટર એજ્યુકેશન અને જાગરૂકતા (DEAF) ફંડમાં ટ્રાન્સફર કરવાના સચોટ પુરાવા નહીં આપવા (ઇ) અનેક XBRL રિટર્ન્સ અનિયમિત રીતે મોકલવા. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પ્રત્યુરમાં બેંકે લેખિતમાં જવાબ પાઠવેલ નથી. કેસના સમગ્ર મુદ્દાઓને ધ્યાને લીધા પછી ભારતીય રિઝર્વ બેન્ક આ નિર્ણય પર પહોંચી કે ઉલલંઘન સાબિત થયા છે અને દંડ ની દરકાર છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1282 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: