ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક લિ., દેઉલગાઓનરાજા, બુલઢાણા – દંડ કરવામાં આવ્યો
નવેમ્બર 30, 2018 ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક લિ., દેઉલગાઓનરાજા, બુલઢાણા – દંડ કરવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા પીપલ્સ કો-ઓપરેટીવ બેન્ક લિ., દેઉલગાઓનરાજા, બુલઢાણા પર રૂ ૭૫,૦૦૦/- (રૂપિયા પંચોતેર હાજર પુરા) નો નાણાકીય દંડ લગાવવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૪૭ એ (૧) (સી) ની જોગવાઈઓ ની સાથે કલમ ૪૬ (૪) સાથે વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ (જે સહકારી સંસ્થાઓને લાગુ પડે છે) ની કલમ ૨૦ ની જોગવાઈઓ કે જેમાં બેન્કના કોઈ પણ ડાયરેક્ટર ને લોન અથવા ધિરાણ આપવા માટે મનાઈ છે ના ઉલ્લંઘન અને XBRL સિસ્ટમ માં ખોટા રિપોર્ટિંગ માટે આ કાર્યવાહી કરવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા બેન્કને કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી હતી, જેના પ્રત્યુરમાં બેંકે લેખિતમાં જણાવેલ છે. કેસના સમગ્ર મુદ્દાઓ, બેન્કના જવાબને ધ્યાને લીધા પછી ભારતીય રિઝર્વ બેન્ક આ નિર્ણય પર પહોંચી કે ઉલલંઘન સાબિત થયા છે અને દંડ ની દરકાર છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1255 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: