<font face="mangal" size="3">ચિત્તૂર કો-ઓપરેટીવ ટાઉન બેંક લીમીટેડ, ચિત્તૂ - આરબીઆઈ - Reserve Bank of India
ચિત્તૂર કો-ઓપરેટીવ ટાઉન બેંક લીમીટેડ, ચિત્તૂર આંધ્રપ્રદેશ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : મે 17, 2018 ચિત્તૂર કો-ઓપરેટીવ ટાઉન બેંક લીમીટેડ, ચિત્તૂર આંધ્રપ્રદેશ ઉપર આર. બી. આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેક્ટર અને તેમના સગાઓને લોન અને એડવાન્સ આપવા ને લગતા ભારતીય રિઝર્વ બેંક ની સુચના / માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચિત્તૂર કો-ઓપરેટીવ ટાઉન બેંક લીમીટેડ, ચિત્તૂર આંધ્ર પ્રદેશ ઉપર રૂ. 10,000/-(અંકે રૂપિયા દસ હજાર પુરા) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે અને આ કેસ ની હકીકતો, બેંકે આ બાબત માં આપેલ જવાબ તથા વ્યક્તિગત સુનાવણી ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/3020 |