<font face="Mangal" size="3">ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ઉ& - આરબીઆઈ - Reserve Bank of India
ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ઉપર ભારતીય રિઝર્વ બેન્કે લાદેલો દંડ
મે 18, 2017 ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 47-એ (1) ને કલમ 46 (4) સાથે વાંચતા તે કલમો હેઠળ, તેને મળેલ સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેન્કે ધ કરાડ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મુંબઈ ને મકાન માટે વ્યક્તિગત લોન ની મર્યાદા નો ભંગ, મકાન મરમ્મત માટે ની લોન ની મર્યાદા નો ભંગ અને પ્લોટ/જમીન ખરીદવા માટે ની લોન નો અન્ય (diversion) ઉપયોગ કરવા માટે ₹ 15,00,000/- (રૂપિયા પંદર લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલો છે. ભારતીય રિઝર્વ બેન્કે, બેન્ક ને કારણદર્શક નોટિસ જારી કરી હતી જેના પ્રતિભાવમાં બેન્કે લેખિત જવાબ રજૂ કર્યો હતો અને તેના પર મૌખિક રજૂઆત કરી હતી. આ બાબત માં કેસની હકીકતો અને બેન્ક ના જવાબ ને ધ્યાનમાં લેતા ભારતીય રિઝર્વ બેન્ક એવા નિષ્કર્ષ પર આવી છે કે ઉલ્લંઘનો સાબિત થઈ ગયા છે અને અને દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન:2016-2017/3106 |