<font face="Mangal" size="3">ધી વ્રીદ્ધાચલમ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટે - આરબીઆઈ - Reserve Bank of India
ધી વ્રીદ્ધાચલમ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ (No.E 81) 64, સાઉથ ફોર્ટ સ્ટ્રીટ, વ્રીદ્ધાચલમ 606001 ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : મે 15, 2018 ધી વ્રીદ્ધાચલમ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ (No.E 81) 64, સાઉથ ફોર્ટ સ્ટ્રીટ, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c ) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ડાયરેકટરો અને તેમના સગા સમ્બંધીઓ ની લોન વધારવા ઉપર ના પ્રતિબંધ બાબત ના ભારતીય રિઝર્વ બેંક ના તારીખ 01 જુલાઈ 2013 ના માસ્ટર સર્ક્યુલર નં. યુબીડી.સીઓ. બીપીડી.એમસી.નં. 8/12.05.001/2013-14 ના ફકરા નં. 5 માં દર્શાવેલી સુચનાઓ ના ઉલ્લંઘન બદલ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ધી વ્રીદ્ધાચલમ કો- ઓપરેટીવ અર્બન બેંક લીમીટેડ (No.E 81) 64, સાઉથ ફોર્ટ સ્ટ્રીટ, વ્રીદ્ધાચલમ 606001 ઉપર રૂ. 2.00 લાખ (અંકે રૂપિયા બે લાખ પુરા) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે અને આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2998 |