<font face="mangal" size="3">અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર - આરબીઆઈ - Reserve Bank of India
અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ
તારીખ : માર્ચ 26, 2018 અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર આર. બી.આઇ. દ્વારા લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 7 મુજબ મોકલવાના થતા પત્રકો સતત ન મોકલવા ના કારણે ભારતીય રિઝર્વ બેંક દ્વારા અર્બન કો- ઓપરેટીવ બેંક લીમીટેડ, સીતાપુર ઉપર રૂ. 5,00,000/- (અંકે રૂપિયા પાંચ લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા, આ બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ આપેલ હતો. આ કેસ ની હકીકતો ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2550 |