<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર  - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે એક્ષીસ બેન્ક લિમિટેડ પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2018 ના રોજ એક્ષીસ બેંક (બેંક) પર ‘આવક માન્યતા અને અસ્કયામત વર્ગીકરણ (આઇઆરએસી)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે ` 30 મિલિયન નો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ ઉપરોક્ત દિશાનિર્દેશકો /માર્ગદર્શિકાઓની બેંક દ્વારા પાલન કરવામાં નિષ્ફળતા બદલ આ દંડ લાદવામાં આવ્યો છે. આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી. પૃષ્ઠભૂમિ 31 મી માર્ચ, 2016 ના રોજની તેની નાણાંકીય સ્થિતિના સંદર્ભમાં બેંકના વૈધાનિક નિરીક્ષણમાં, બીજી બાબતોની સાથોસાથ, આરબીઆઈ દ્વારા બિન-ઉત્પાદક અસ્કયામતો (એનપીએ) ની આકારણી માટેના વિવિધ નિયમનોનું ઉલ્લંઘન થયેલ જણાય છે. નિરીક્ષણ અહેવાલ અને અન્ય સંબંધિત દસ્તાવેજો પર આધારિત, રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવા બદલ તેના પર શા માટે દંડ ના લાદવો જોઈએ તે કારણ બતાવવા માટે 16 નવેમ્બર, 2017 ના રોજ બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણી માં પ્રસ્તુત થયેલ મૌખિક નિવેદનોને ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓ અંગેના બિન-પાલનના ઉપરોક્ત આરોપો સિદ્ધ થાય છે અને નાણાંકીય દંડ લાદવાની જરૂર છે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/2354 |