<font face="mangal" size="3px">બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જ - આરબીઆઈ - Reserve Bank of India
બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ
30 ઓક્ટોબર 2015 બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે બાલાસિનોર નાગરીક સહકારી બેંક લિ., બાલાસિનોર, જીલ્લા મહિસાગર ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 36 અંતર્ગત લાદવામાં આવેલ પરિચલાનત્મક સૂચનોનું ઉલ્લંઘન કરવા બદલ, અને (ii) વ્યક્તિગત ઉધારકર્તા માટે નિર્ધારિત કરવામાં આવેલી એક્સ્પોઝરની મર્યાદા થી વધુ એક્સ્પોઝર કરવા બદલ, (iii) સોના/ચાંદીના ઘરેણાંની ઉપર બૂલેટ રીપેમેન્ટના આધારે મંજૂર કરવામાં આવેલી નિર્ધારિત મર્યાદા ઉપરની લોનો, (iv) નિર્દેશકો માટે નિર્ધારિત કરવામાં આવેલા “શું કરવું અને શું ના કરવું (Do’s and Don’ts)”, અને (v) વિશેષ ગ્રાહક ઓળખાણ કોડ (Unique Customer Identification Code – UCIC) સંબંધિત જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન બદલ ₹. 2.00 લાખનો (રૂપિયા બે લાખ પૂરા) નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણદર્શક નોટિસ જારી કરી હતી જેના પ્રતિભાવમાં બેંકે તેનો લેખિત ઉત્તર આપ્યો હતો. કેસની હકિકતો, બેંકનો ઉત્તર અને અંગત રજૂઆતોને ધ્યાનમાં લેતા, રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ ઉપર આવી કે ઉલ્લંઘનો સાબિત થઈ ગયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/1039 |