ભારતીય રિઝર્વ બેંકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લિ., વડોદરા (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ. - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લિ., વડોદરા (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ.
14 ઓગસ્ટ 2023 ભારતીય રિઝર્વ બેંકે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લિ., વડોદરા (ગુજરાત) પર ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 07 ઓગષ્ટ, 2023ના આદેશ દ્વારા, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક લિ., વડોદરા (ગુજરાત) (બેંક) પર ‘ઠગાઈ – ઠગાઈનું વર્ગીકરણ, રિપોર્ટીંગ અને દેખરેખ માટેની માર્ગદર્શીકાઓ’ પર નાબાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹5.00 લાખ (રૂપિયા પાંચ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 47એ (1) (ગ)ની જોગવાઈઓને કલમ 46 (4) (i) અને કલમ 51ની સાથે વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવેલો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ (deficiencies in regulatory compliance) પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા (validity) પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા (Background) 31 માર્ચ, 2021ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં નાબાર્ડ દ્વારા કરવામાં આવેલા બેંકના વૈધાનિક નિરીક્ષણ (statutory inspection), તેને લગતા નિરીક્ષણ અહેવાલ (Inspection Report) તેમજ તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે ઠગાઈના પાંચ કિસ્સાઓનું રિપોર્ટીંગ નિર્ધારિત સમયમર્યાદામાં નાબાર્ડને નહોતું કર્યું, જેના કારણે નાબાર્ડ દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થયું હતું. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે નોટીસમાં દર્શાવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે નાબાર્ડના નિર્દેશોના ઉલ્લંઘનને લગતા ઉપરોક્ત આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2023-2024/752 |