ભારતીય રિઝર્વ બેન્કે ડો.આંબેડકર નાગરિક સહકારી બેંક મર્યાદિત, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ પર નાણાંકીય પેનલ્ટી લગાવી
૩૧ ઓક્ટોબર ૨૦૧૮ ભારતીય રિઝર્વ બેન્કે ડો.આંબેડકર નાગરિક સહકારી બેંક મર્યાદિત, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ પર નાણાંકીય પેનલ્ટી લગાવી. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતા) ની ધારા 46(4), તેમજ ધારા 47(1)(c) ની જોગવાઈ હેઠળ ભારતીય રિઝર્વ બેંકે, તેને મળેલ સત્તા નો ઉપયોગ કરતાં તેમજ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતા) ની ધારા 27 ની જોગવાઈ અનુસાર સુપરવાઇઝરી માળખાની કાર્યવાહી (SF) ના પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ ડો.આંબેડકર નાગરિક સહકારી બેન્ક મર્યાદિત, ગ્વાલિયર, મધ્ય પ્રદેશ પર રૂ. ૫0,000/- (માત્ર રૂ. પચાસ હજાર ) ની પેનલ્ટી લગાવી છે. ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને કારણ દર્શક નોટીસ આપી હતી જેનો બેંકે લેખિતમાં જવાબ આપ્યો હતો. કેસની વિગતોને ધ્યાનમાં લેતાં, બેંકનો આ વિષયમાં લેખિત જવાબ તેમજ રૂબરૂ સાંભળ્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક એ નિષ્કર્ષ ઉપર પંહોંચી હતી કે ઉલ્લઘંન સાબિત થાય છે અને નાણાંકીય પેનલ્ટી લગાવવી જરૂરી છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/1008 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: