<font face="mangal" size="3">ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અ - આરબીઆઈ - Reserve Bank of India
ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ
તારીખ : એપ્રિલ 26, 2017 ડૉ . પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી (મહારાષ્ટ્ર) ઉપર આર. બી .આઇ. દ્વારા લાદવામાં આવેલ નાણાકીય દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(b) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નો યોર કસ્ટમર (કે.વાય.સી.) ના નોર્મ્સ / ધોરણો ના ઉલ્લંઘન માટે ડૉ. પંજાબરાવ દેશમુખ અર્બન કો-ઓપરેટીવ બેંક લી. અમરાવતી ઉપર રૂ. 5,00,000/-(અંકે રૂપિયા પાંચ લાખ) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2016-2017/2912 |