<font face="mangal" size="3">આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ  - આરબીઆઈ - Reserve Bank of India
આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 21 ડીસેમ્બર 2016 આરબીઆઈ પાંચ અધિકૃત વિક્રેતા બેંકો (ઓથોરાઇઝડ ડીલર બેન્કસ) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે નીચેની પાંચ બેંકો પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (ફેમા) ની રીપોર્ટીંગ આવશ્યકતાઓ પર ની સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા બદલ નાણાકીય દંડ લગાવેલો છે. દંડ ની રકમ ની વિગતો નીચે પ્રમાણે છે:
ભારતીય રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર જારી કરાયેલ સૂચનાઓ/ નિર્દેશો/ માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન ને ધ્યાનમાં લઇ, ફેમા, 1999 ની કલમ 11(3) ની જોગવાઈઓ હેઠળ રિઝર્વ બેંક ને મળેલ સત્તાઓ નો ઉપયોગ કરી દંડ લગાવવામાં આવેલો છે. ભારતીય રિઝર્વ બેન્કે બેંકો ને કારણદર્શી નોટીસ ઇસ્યુ કરેલી હતી જેના પ્રત્યુત્તર માં બેન્કોએ લેખિત જવાબો રજુ કર્યા હતા અને તેના પર મૌખિક રજૂઆતો પણ કરી હતી. આ સંબંધ માં કેસો ની વિગતો અને બેંકો ના જવાબો પર વિચારણા કરીને રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન:2016-2017/1604 |