RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129246433

ભારતીય રિઝર્વ બેંકે ગુજરાત અંબુજા કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 28 મે, 2024ના આદેશ દ્વારા, ગુજરાત અંબુજા કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ સાથે પઠિત ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ 1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘન સંબંધિત પર્યવેક્ષણીય તારણો (supervisory findings) અને તે સંદર્ભમાં કરવામાં આવેલા સંબંધિત પત્રવ્યવહારના આધારે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, અન્ય બાબતોની સાથે સાથે આરબીઆઈને એમ પણ જાણવામાં આવ્યું કે જેમાં બેંકના નિર્દેશકોના સગાવ્હાલાં ગેરંટર તરીકે ઊભા છે તેવા ઋણ બેંક દ્વારા મંજૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ સાબિત થયો છે અને તેથી નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ (deficiencies in regulatory compliance) પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી)  
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/499

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?