<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર  - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે
માર્ચ 05, 2018 ભારતીય રિઝર્વ બેંકે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પર નાણાંકીય દંડ લાદયો છે ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ) 27 ફેબ્રુઆરી, 2017 ના રોજ ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક (બેંક) પર ‘તમારા ગ્રાહકને જાણો (KYC)’ ના ધોરણો પર આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા દિશાનિર્દેશોનું પાલન ન કરવા માટે `20 મિલિયનનો નાણાંકીય દંડ લાદયો છે. બેન્કિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) સાથે કલમ 47A (1) (સી) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈ ને પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત દિશાનિર્દેશો /માર્ગદર્શિકાઓની બેંક દ્વારા પાલન કરવામાં નિષ્ફળતાને ધ્યાનમાં લઈને આ દંડ લાદવામાં આવ્યો છે. આ પગલું નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ તેના ગ્રાહકો સાથે બેન્ક દ્વારા થતા કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર ઉચ્ચાર કરવાનો નથી. પૃષ્ઠભૂમિ ઇન્ડિયન ઓવરસીઝ બેંકની શાખાઓમાંની એકમાં છેતરપિંડી ધ્યાનમાં આવી હતી. અન્ય બાબતોની સાથે સાથે બેન્કના આંતરિક નિરીક્ષણ રીપોર્ટ સહિત દસ્તાવેજોની તપાસમાંથી, તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) ધોરણો પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ દિશાનિર્દેશોનું અનુપાલન નહીં થવાનું ધ્યાનમાં આવ્યું હતું. દસ્તાવેજોના આધારે આરબીઆઈ દ્વારા આપવામાં આવેલ નિયંત્રણોનું અનુપાલન નહીં કરવા બદલ શા માટે દંડ વસૂલ કરવો જોઈએ નહીં તે કારણ દર્શાવવા માટે બેંકને નોટિસ આપવામાં આવી હતી. બેંકનો જવાબ, વ્યક્તિગત સુનાવણી માં પ્રસ્તુત થયેલ મૌખિક અને લેખિત નિવેદનો ઉપરાંત રજૂ કરવામાં આવેલ વધારાની માહિતી અને દસ્તાવેજો ધ્યાનમાં લીધા પછી આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી છે કે આરબીઆઇના દિશાનિર્દેશો / માર્ગદર્શિકાઓ અંગેના બિન-પાલનના ઉપરોક્ત આરોપો સિદ્ધ થાય છે અને નાણાંકીય દંડ લાદવાની જરૂર છે. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/2355 |