<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રિષ્ના મર્કેન્ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રિષ્ના મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ભોપાલ ઉપર લાદવામાં આવેલો નાણાંકીય દંડ
ઓગષ્ટ 24, 2015 ભારતીય રિઝર્વ બેંક દ્વારા ક્રિષ્ના મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓ ને લાગુ પડતો હોય તે મુજબ) ની કલમ 46 (4) ની સાથે કલમ 47એ (1) (બી) વાંચતા તેમાંની જોગવાઈઓ અંતર્ગત પ્રાપ્ત થતી સત્તાની રૂએ ક્રિષ્ના મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., ભોપાલ ઉપર, આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી) / ધન-શોધન નિવારણ (એએમએલ) સંબંધિત ભારતીય રિઝર્વ બેંકના દિશાનિર્દેશો/માર્ગદર્શિકાઓના ઉલ્લંઘન કરવા બદલ, રૂા. 5.00 લાખ(રૂપિયા પાંચ લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે આ બેંકને કારણદર્શક નોટિસ (Show Cause Notice) પણ જારી કરી હતી જેનો બેંકે લેખિત ઉત્તર પાઠવ્યો હતો. કિસ્સાની હકીકતો તેમજ બેંકના જવાબ ઉપર વિચાર કર્યા બાદ ભારતીય રિઝર્વ બેંક એ નિષ્કર્ષ પર પહોંચી કે બેંકે કરેલા ઉલ્લંઘનો સાબિત થયા છે અને નાણાંકીય દંડ કરવો આવશ્યક છે. સંગીતા દાસ પ્રેસ પ્રકાશન : 2015-2016/476 |