<font face="mangal" size="3">ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 06 જાન્યુઆરી 2017 ભારતીય રિઝર્વ બેંક લક્ષ્મી વિલાસ બેંક પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેંક (એલવીબી) પર ચાલુ ખાતાઓ ખોલવા અને સંચાલન કરવા ને લગતી સૂચનાઓ નું ઉલ્લંઘન કરવા માટે, ગ્રાહકો ન હોય તેને તથા વોક-ઇન કસ્ટમર ને બીલ ડિસ્કાઉન્ટીન્ગ ફેસીલીટી આપવા માટે અને કેવાયસી ધોરણો નું પાલન નહી કરવા બદલ રૂપિયા 30 મીલીયન નો નાણાકીય દંડ લગાવેલ છે. રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર જારી કરાયેલ સૂચનાઓ/ નિર્દેશો / માર્ગદર્શિકાઓ ના ઉલ્લંઘન ને ધ્યાન માં લઇ, આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4)(i) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક ને મળેલી સત્તા નો ઉપયોગ કરી લગાવવામાં આવેલો છે. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલન માં ખામીઓ/ ભૂલો પર આધારિત છે અને બેંક અને તેના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલા કોઇપણ કરાર અને વ્યવહાર ની વૈધ્યતા પર ઉચ્ચારણ કરવાનો ઈરાદો ધરાવતી નથી. પૃષ્ઠભૂમિ ભારતીય રિઝર્વ બેંક ને બેંક ની કોઈ એક શાખા માં બીલ ડિસ્કાઉન્ટીન્ગ / પરચેઝીંગ માં ગેરરીતિઓ બાબતે એક ફરિયાદ પ્રાપ્ત થઇ હતી. આરબીઆઇ એ ગેરરીતિઓ અંગે તપાસ કરી. આરબીઆઇ દ્વારા બેંક પાસેથી ખુલાસો પ્રાપ્ત કરવામાં આવ્યો. આરબીઆઇ ની તપાસ અને બેંક દ્વારા રજુ થયેલા ખુલાસા ના આધારે બેંક ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ ચોક્કસ નિયંત્રણો અને સૂચનાઓ ના ઉલ્લંઘન બદલ શો-કોઝ નોટીસ ઇસ્યુ કરવામાં આવી. બેંક નો પ્રત્યુત્તર તથા વ્યક્તિગત રજૂઆતો, પ્રસ્તુત કરેલ માહિતી અને રજુ કરેલ દસ્તાવેજો પર વિચારણા કર્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016-2017/1811 |