ભારતીય રિઝર્વ બેંકે લાલબાગ કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે લાલબાગ કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ નવેમ્બર 12, 2024ના આદેશ દ્વારા, લાલબાગ કો-ઑપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને ધિરાણો (Priority Sector Lending – PSL) – લક્ષ્યો અને વર્ગીકરણ’ પર ભારતીય રિઝર્વ બેંકે દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો તેમજ પ્રાથમિકતા-પ્રાપ્ત ક્ષેત્રને કરવાના ધિરાણોમાં (પીએસએલ) કમીના કારણે સૂક્ષ્મ અને લઘુ સાહસો (Micro and Small Enterprises – MSE) પુનર્ધિરાણ ભંડોળને કરવા પડતા અંશદાન અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા વિશેષ નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.00 લાખ (રૂપિયા એક લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
નાણાકીય વર્ષ (એફવાય) 2022-23 માટેની બેંકની પીએસએલ લક્ષ્યની પ્રાપ્તિમાં કમીના કારણે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (SIDBI) દ્વારા સંચાલિત સૂક્ષ્મ અને લઘુ સાહસો (Micro and Small Enterprises – MSE) પુનર્ધિરાણ ભંડોળમાં ચોક્કસ રકમ જમા કરવા અંગે બેંકને ભારતીય રિઝર્વ બેંક દ્વારા વિશેષ નિર્દેશો થકી નિર્દેશિત કરવામાં આવી હતી. નિર્ધારિત રકમ જમા કરવાની બેંકની નિષ્ફળતાને લીધે ભારતીય રિઝર્વ બેંકે બેંકને તે નિર્ધારિત રકમ જમા કરવા જણાવતો એક સતર્કતા પત્ર જારી કર્યો હતો, પણ બેંક તે રકમ જમા કરવામાં નિષ્ફળ રહી હતી. ઉપરોક્ત અનનુપાલન તેમજ તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને વિશેષ નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.
બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, નાણાકીય વર્ષ 2022-23 માટે નિર્ધારિત સમયમાં પીએસએલ લક્ષ્યની પ્રાપ્તિમાં બેંકની કમીના કારણે ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (SIDBI) દ્વારા સંચાલિત સૂક્ષ્મ અને લઘુ સાહસો પુનર્ધિરાણ ભંડોળમાં, સતર્કતા પત્ર જારી કર્યા બાદ પણ, ચોક્કસ રકમ જમા કરવાની નિષ્ફળતા અંગેનો બેંક વિરુદ્ધનો આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2024-2025/1509 |