આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે
તારીખ: 22 જાન્યુઆરી 2018 આરબીઆઈ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઈ), ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 (આરબીઆઈ એક્ટ, 1934) ની કલમ 58Bની પેટા કલમ (5) ના ખંડ (aa) સાથે વંચાણમાં લેતાં કલમ 58 (G) ની પેટા કલમ (1) ના ખંડ (b) હેઠળ મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લીમીટેડ પર આરબીઆઈ દ્વારા સમય સમય પર જારી કરવામાં આવેલ નિર્દેશો / હુકમોનું અનુપાલન કરવામાં નિષ્ફળતા બદલ રૂપિયા 1 લાખનો નાણાકીય દંડ લગાવેલ છે. પૂર્વભૂમિકા મેસર્સ રામકી ફાઈનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ (પ્રા.) લિમિટેડ આરબીઆઈની પૂર્વ મંજુરી પ્રાપ્ત કર્યા વિના 31 માર્ચ 2016 થી અમલમાં આવે તે રીતે તેના નામમાં ફેરફાર કરીને મેસર્સ રામકી આઈ ડબ્લ્યુ એમ પ્રાઇવેટ લીમીટેડ રાખેલ છે અને તે દ્વારા આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ તારીખ 13 જાન્યુઆરી 2000ના પરિપત્રના પેરા 5નું ઉલ્લંઘન કરેલું હતું. દંડ લગાવવાના હેતુથી કંપનીને તારીખ 20 જાન્યુઆરી 2017 ના રોજ કારણદર્શી નોટીસ (એસસીએન) આપવામાં આવેલી હતી. કારણદર્શી નોટીસ (એસસીએન) પરના કંપનીના પ્રત્યુત્તર પર પુરતી વિચારણા કરવામાં આવી અને તે સંતોષકારક જણાયો નહી. આરબીઆઈ એક્ટ, 1934 ની કલમ 58G ની પેટા-કલમ (2) અન્વયે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા કંપનીને તારીખ 16 ઓગસ્ટ 2017ના રોજ વ્યક્તિગત સુનાવણીની તક આપવામાં આવી હતી. કેસના તમામ તથ્યો, કંપનીનો પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમ્યાન કરવામાં આવેલ રજૂઆતો પર વિચારણા કર્યા પછી ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉલ્લંઘન પ્રમાણભૂત હતું અને કંપની પર નાણાકીય દંડ લગાવવો જરૂરી હતો. તદ અનુસાર, કંપની પર રૂપિયા 1 લાખનો દંડ લગાવવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2017-2018/2002 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: