ભારતીય રિઝર્વ બેંકે મહિલા સહકારી બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે મહિલા સહકારી બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે 19 ફેબ્રુઆરી 2025 ના આદેશ દ્વારા મહિલા સહકારી બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર “તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી)' અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹25,000/- (રૂપિયા પચીસ હજાર પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(i) અને કલમ 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
(પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2025-2026/2239 |