RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108896598

ભારતીય રિઝર્વ બેંકે મકરપુરા ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ કૉ-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

16 ઓક્ટોબર 2023

ભારતીય રિઝર્વ બેંકે મકરપુરા ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ કૉ-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત
પર લાદેલો નાણાકીય દંડ.

ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 18 સપ્ટેમ્બર, 2023ના આદેશ દ્વારા, મકરપુરા ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ કૉ-ઓપરેટીવ બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (બીઆર એક્ટ)ની કલમ 26A(2) ના ઉલ્લંઘન માટે તેમજ ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ 2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(i) અને કલમ 56ની સાથે કલમ 47A (1) (c)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળમાં નિર્ધારીત રકમ તબદીલ કરી નહોતી, (ii) બેંકના નિર્દેશકોમાંના એક નિર્દેશકના સગા જે વ્યક્તિ માટે ગેરંટીકર્તા તરીકે ઊભા હતા તેને ઋણ સુવિધા મંજુર કરી હતી. તેના સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1119

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?