ભારતીય રિઝર્વ બેંકે નવસર્જન ઇન્ડસ્ટ્રિયલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અંકલેશ્વર, જિ. ભરુચ પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે નવસર્જન ઇન્ડસ્ટ્રિયલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અંકલેશ્વર, જિ. ભરુચ પર લાદેલો નાણાકીય દંડ
08 જાન્યુઆરી 2024 ભારતીય રિઝર્વ બેંકે નવસર્જન ઇન્ડસ્ટ્રિયલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અંકલેશ્વર, જિ. ભરુચ પર ભારતીય રિઝર્વ બેંકે તારીખ 14 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, નવસર્જન ઇન્ડસ્ટ્રિયલ કૉ-ઓપરેટીવ બેંક લિ., અંકલેશ્વર, જિ. ભરુચ, ગુજરાત (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન અને બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની (અધિનિયમ) કલમ 56 સાથે કલમ 26એ(2)ને વાંચતાં તે હેઠળની જોગવાઇઓ ના ઉલ્લંઘન બદલ ₹7.00 લાખ (રૂપિયા સાત લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિનિયમ ની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) વિવેકપૂર્ણ આંતરબેંક સકલ અને કાઉન્ટર પાર્ટી એક્સપોઝર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું હતું, (ii) તેના ખાતાઓના જોખમ વર્ગીકરણની સામયિક સમીક્ષા કરી નહોતી અને (iii) થાપણદાર કેળવણી અને જાગરૂકતા ભંડોળમાં જમા કરવા પાત્ર રકમની તબદીલી કરી નહોતી. તે સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને કથિત નિર્દેશોનું અને અધિનિયમની જોગવાઇઓનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવી કે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશોના અને અધિનિયમની જોગવાઇઓના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને બેંક પર નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાલ) પ્રેસ જાહેરાત: 2023-2024/1632 |