RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

133502599

ભારતીય રિઝર્વ બેંકે નિધિ કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 05 ઓગસ્ટ, 2024 ના આદેશ દ્વારા, નિધિ કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ, ગુજરાત (બેંક) પર નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ રૂ.50 હજાર (રૂપિયા પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)() અને 56ની સાથે કલમ 47(1)()ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ, 2023 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના અનનુપાલન અંગેના પર્યવેક્ષણીય તારણો (supervisory findings of non-compliance with RBI directions) અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકને, અન્ય બાબતોની સાથે સાથે, એમ જાણવામાં આવ્યું કે જેમાં બેંકના નિર્દેશકોના સગાવ્હાલાં ગેરંટીકર્તા તરીકે ઊભા છે તેવા ઋણ બેંક દ્વારા મંજૂર કરવામાં આવ્યા હોવાનો આરોપ સાબિત થયો છે અને તેથી નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, નાણાકીય દંડ લગાવવાથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકની વિરુદ્ધ કરવામાં આવનાર અન્ય કોઈપણ અન્ય કાર્યવાહી પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ પડશે નહીં

(પુનીત પંચોલી) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/856

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?