ભારતીય રિઝર્વ બેંકે પીજ પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., પીજ, જિ. ખેડા, (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે પીજ પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., પીજ, જિ. ખેડા, (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
30 ઓક્ટોબર 2023 ભારતીય રિઝર્વ બેંકે પીજ પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., પીજ, જિ. ખેડા, (ગુજરાત) પર ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 4 ઓક્ટોબર, 2023ના આદેશ દ્વારા, પીજ પીપલ્સ કૉ-ઓપરેટીવ બેંક લિ., પીજ, જિ. ખેડા, (ગુજરાત) (બેંક) પર ‘ભારતીય રિઝર્વ બેંક (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)) નિર્દેશો, 2016’ પરના આરબીઆઈના નિર્દેશો ના અનનુપાલન બદલ ₹2.00 લાખ (રૂપિયા બે લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(i) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (c)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ, 2022ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું અને તે અંગેનો નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંક ખાતાઓના જોખમ વર્ગીકરણની સામયિક સમીક્ષા કરવામાં નિષ્ફળ ગઈ હતી. જેના કારણે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં બેંકને સૂચિત કરવામાં આવ્યું કે ઉપરોક્ત અધિનિયમોની જોગવાઈઓ તેમજ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2023-2024/1205 |