ભારતીય રિઝર્વ બેંકે પોરબંદર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો પોરબંદર, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે 27 માર્ચ 2025 ના આદેશ દ્વારા પોરબંદર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો પોરબંદર, ગુજરાત(બેંક) પર ‘તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી)' અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹50,000/- (રૂપિયા પચાસ હજાર પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(i) અને કલમ 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. 31 માર્ચ2023 નારોજનીબેંકની નાણાકીયસ્થિતિનાસંદર્ભમાંભારતીયરિઝર્વબેંકદ્વારાબેંકનુંવૈધાનિકનિરીક્ષણ(statutory inspection)કરવામાંઆવ્યુંહતું. ભારતીયરિઝર્વબેંકનાનિર્દેશોનાઉલ્લંઘનઅંગેના પર્યવેક્ષણીયતારણોઅનેતેસંબંધિતપત્રવ્યવહારનાઆધારેબેંકનેએકનોટિસજારીકરવામાંઆવીહતી, જેમાંબેંકનેઉપર જણાવેલ નિર્દેશોનુંઅનુપાલનકરવાનીતેનીનિષ્ફળતાબદલતેનીપરદંડશામાટેનલાદવો, તેઅંગેકારણદર્શાવવામાટેજણાવવામાંઆવ્યુંહતું. બેંકદ્વારાઆપવામાંઆવેલાનોટિસનાપ્રત્યુત્તરઅનેવ્યક્તિગતસુનાવણીદરમિયાનકરવામાંઆવેલીમૌખિકરજૂઆતોનેધ્યાનમાંલીધા બાદ, ભારતીયરિઝર્વબેંકનાજાણવામાંઆવ્યુંકે, અન્યબાબતોનીસાથે, બેંકવિરુદ્ધનાનીચેનાઆરોપોસાબિતથયાછેઅનેનાણાકીયદંડલાદવોઆવશ્યકછે: બેંક નિયત સમયમર્યાદામાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (સીકેવાયસીઆર) પર ગ્રાહકોનો કેવાયસી રેકોર્ડસ અપલોડ કરવામાં નિષ્ફળ રહી હતી.
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.