ભારતીય રિઝર્વ બેંક રણુંજ નાગરીક સહકારી બેંક લીમીટેડ, પાટણ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે
03 જુલાઈ 2023 ભારતીય રિઝર્વ બેંક રણુંજ નાગરીક સહકારી બેંક લીમીટેડ, પાટણ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 30 જૂન 2023 ના રોજના આદેશ દ્વારા, રણુંજ નાગરીક સહકારી બેંક લીમીટેડ, પાટણ (ગુજરાત) (બેંક) પર, ‘લોન્સ એન્ડ એડવાન્સીઝ ટુ ડાયરેક્ટર્સ- ડાયરેક્ટર્સ એઝ સ્યોરીટી / ગેરન્ટર્સ-ક્લેરીફીકેશન’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ્લંઘન માટે, રૂપિયા 1.00 લાખ (રૂપિયા એક લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદ્યો છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) અને 56 સાથે વાંચેલી કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર અભિપ્રાય /નિર્ણય આપવાનો નથી. પૃષ્ઠભૂમિ 31 માર્ચ, 2022 ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ બેંકનું વૈધાનિક નિરીક્ષણ, તથા નિરીક્ષણ અહેવાલ તથા તેને સંબંધિત રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ અને તેને લગતા તમામ સંબંધિત પત્રવ્યવહારની ચકાસણીમાં, અન્ય બાબતોની સાથોસાથ, પ્રગટ થયું છે કે, બેન્કે એક લોન મંજૂર કરી હતી જેમાં તેના એક ડિરેક્ટરના સંબંધી જામીન/જામીનદાર હતા, પરિણામે આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થયું હતું. તેના આધારે, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ શા માટે લગાવો જોઈએ નહીં તેના કારણ બતાવવા માટે બેંકને નોટિસ જારી કરવામાં આવી હતી. નોટિસ પર બેંકનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, આરબીઆઈ એ નિષ્કર્ષ પર પહોંચ્યું કે આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવા માટેનો ઉપરોક્ત આરોપ સાબિત થયો હતા અને નાણાકીય દંડ લાદવાની આવશ્યકતા હતી. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2023-2024/524 |