<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેન્ક સરદારગંજ મર્કેન્ટાઇલ ક - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેન્ક સરદારગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો આણંદ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક સરદારગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો આણંદ (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ, 15 ડિસેમ્બર 2022 ના રોજના આદેશ દ્વારા, સરદારગંજ મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક લિ., જિલ્લો આણંદ (ગુજરાત) (બેંક) પર, 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો દ્વારા વૈધાનિક અનામતની જાળવણી - રોકડ અનામત ગુણોત્તર (CRR-કેશ રીઝર્વ રેશીઓ) અને વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR-સ્ટેચ્યુટરી લીક્વીડીટી રેશીઓ)' પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ્લંઘન માટે તથા સુપરવાઇઝરી એક્શન ફ્રેમવર્ક (SAF) હેઠળ આરબીઆઈ દ્વારા જારી કરાયેલ 01 જાન્યુઆરી, 2019 ના ચોક્કસ નિર્દેશોનું પાલન ન કરવા માટે, રૂપિયા 3.00 લાખ (રૂપિયા ત્રણ લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદ્યો છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) અને 56 સાથે વાંચેલી કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર અભિપ્રાય /નિર્ણય આપવાનો નથી. પૃષ્ઠભૂમિ 31 માર્ચ 2018 તથા 31 માર્ચ 2019 ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ બેંકનું વૈધાનિક નિરીક્ષણ, અને નિરીક્ષણ અહેવાલ અને તેને લગતા તમામ સંબંધિત પત્રવ્યવહારની ચકાસણીમાં, અન્ય બાબતોની સાથોસાથ, પ્રગટ થયું છે કે, બેંકે લઘુત્તમ રોકડ અનામત ગુણોત્તર (CRR) જાળવી રાખેલ નથી અને SAF નિર્દેશોનું ઉલ્લંઘન કરીને આરબીઆઈ ની પૂર્વ પરવાનગી વિના ₹10,000/- થી વધુ મૂડી ખર્ચ કરેલ છે, જેના પરિણામે આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થાય છે. ઉક્ત બાબતના આધાર પર, બેંકને નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં તેને આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ શા માટે લાદવામાં ન આવે તે અંગે કારણ બતાવવાની સલાહ આપવામાં આવી હતી. નોટિસ પર બેંકનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી કે ઉપરોક્ત આરોપ સાબિત થયા હતા અને નાણાકીય દંડ લાદવાની આવશ્યકતા હતી. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2022-2023/1404 |