<font face="mangal" size="3px">સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., સરદ& - આરબીઆઈ - Reserve Bank of India
સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., સરદારગંજ, જીલ્લા આણંદ (ગુજરાત) ઉપર ભારતીય રિઝર્વ બેંકે લાદેલો નાણાકીય દંડ
06 ઓક્ટોબર 2015 સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિ., સરદારગંજ, જીલ્લા આણંદ બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 47એ (1)(બી) ની સાથે બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) ને વાંચતા, તે કલમો હેઠળ તેને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરતાં ભારતીય રિઝર્વ બેંકે સરદારગંજ મર્કેન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, સરદારગંજ, જી. આણંદ ઉપર, (i) ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતો હોય તે મુજબ)ની કલમ 36 અંતર્ગત લાદવામાં આવેલ પરિચલાનત્મક સૂચનોનું ઉલ્લંઘન કરીને બાંધી મુદતની થાપણો પરિપકવ થયા પહેલા ઉપાડવા દેવા બદલ, અને (ii) એક્પોઝર લિમિટ્સ ઉપર આવવા માટે મૂડી ફંડની ગણતરીમાં સચિત નૂકશાનને ગણતરીમાં ન લેવા બદલ અને તેની વિવેકપૂર્ણ એક્સપોઝર લિમિટને ગણવા માટે ભારતીય રિઝર્વ બેંકની અનુમતિ ન લેવા બદલ ₹ 2.00 લાખનો (રૂપિયા બે લાખ પૂરા) નાણાકીય દંડ લાદેલ છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકને કારણદર્શક નોટિસ જારી કરી હતી જેના પ્રતિભાવમાં બેંકે તેનો લેખિત ઉત્તર આપ્યો હતો. કેસની હકિકતો, બેંકનો ઉત્તર અને અંગત રજૂઆતોને ધ્યાનમાં લેતા, રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ ઉપર આવી કે ઉલ્લંઘનો સાબિત થઈ ગયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/836 |