ભારતીય રિઝર્વ બેંકે શ્રી ભારત કો-ઓપરેટિવ બેંક લિ., વડોદરા , જીલ્લો વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
|
ભારતીય રિઝર્વ બેંકે 08 ઓગસ્ટ 2025 ના આદેશ દ્વારા ગુજરાત રાજ્યના વડોદરામાં આવેલી શ્રી ભારત કો-ઓપરેટિવ બેંક લિ. (બેંક) પર ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકોમાં નિરીક્ષણ અને ઓડિટ પ્રણાલીઓ’, ‘આવક ઓળખ, સંપત્તિ વર્ગીકરણ, જોગવાઈ અને અન્ય સંબંધિત બાબતો - શહેરી સહકારી બેંકો’ અને ‘તમારા ગ્રાહકને ઓળખો (કેવાયસી)' અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોનું બેંક દ્વારા પાલન ન થવા બદલ ₹2.50 લાખ (રૂપિયા બે લાખ અને પચાસ હજાર પૂરા) નો દંડ લાદયો છે. બેંકિંગ નિયમન ધારો, 1949 ની કલમ 46(4) (i) અને 56 ની સાથે કલમ 47 એ (1) (સી) ની જોગવાઈઓ વંચાણે લેતાં ભારતીય રિઝર્વ બેંકને મળેલ સત્તાની રૂએ આ દંડ લાદવામાં આવ્યો છે.
સદર કાર્યવાહી નિયામકીય પાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ વ્યવહાર અથવા કરારની કાયદેસરતા બાબતે કોઈ અભિપ્રાય આપવાનો નથી. વધુમાં, આ નાણાકીય દંડ લાદવાથી ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક સામે કરવામાં આવી શકે તેવી અન્ય કોઈ પણ કાર્યવાહી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. (પુનીત પંચોલી) પ્રેસ જાહેરાત: 2025-2026/915 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: