ભારતીય રિઝર્વ બેંક શ્રી છાણી નાગરીક સહકારી બેંક લીમીટેડ, વડોદરા (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે
03 એપ્રિલ 2023 ભારતીય રિઝર્વ બેંક શ્રી છાણી નાગરીક સહકારી બેંક લીમીટેડ, વડોદરા (ગુજરાત) પર નાણાકીય દંડ લગાવે છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 29 માર્ચ 2023ના રોજના આદેશ દ્વારા, શ્રી છાણી નાગરીક સહકારી બેંક લીમીટેડ, વડોદરા (ગુજરાત) (બેંક) પર, ‘બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ-પ્રોફેશનલાઈઝેશન એન્ડ ધેર રોલ—ડુ’ઝ એન્ડ ડોન્ટસ’, ‘પૃડેન્શીઅલ નોર્મ્સ ઇન્કમ રેકગ્નીશન, એસેટ કલાસીફીકેશન, પ્રોવીઝનીંગ એન્ડ અધર રીલેટેડ મેટર્સ’, ‘લોન્સ એન્ડ એડવાન્સીઝ ટુ ડાયરેક્ટર્સ- ડાયરેક્ટર્સ એઝ સ્યોરીટી / ગેરન્ટર્સ-ક્લેરીફીકેશન’, ફ્રોડ્ઝ ઇન યુસીબી: ચેન્ઝીસ ઇન મોનીટરીંગ એન્ડ રીપોર્ટીંગ મીકેનીઝમ’ તથા ‘માસ્ટર ડાયરેકશન—નો યોર કસ્ટમર (કેવાયસી) ડાયરેકશન, 2016’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોના ઉલ્લંઘન માટે, રૂપિયા 4.00 લાખ (રૂપિયા ચાર લાખ માત્ર) નો નાણાકીય દંડ લાદ્યો છે. આ દંડ, આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું પાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 46 (4) (i) અને 56 સાથે વાંચેલી કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર અભિપ્રાય /નિર્ણય આપવાનો નથી. પૃષ્ઠભૂમિ 31 માર્ચ, 2022 ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ બેંકનું વૈધાનિક નિરીક્ષણ, નિરીક્ષણ અહેવાલ તથા તેને સંબંધિત રિસ્ક એસેસમેન્ટ રિપોર્ટ અને તેને લગતા તમામ સંબંધિત પત્રવ્યવહારની ચકાસણીમાં, અન્ય બાબતોની સાથોસાથ, પ્રગટ થયું છે કે, બેન્કે (i) તેના કર્મચારીઓ માટે વીમા પૉલિસી તેના એક ડિરેક્ટર પાસેથી ખરીદી હતી જે વીમા કંપનીના એજન્ટ પણ હતા, (ii) તેની અસ્કયામતોને અવિરતપણે નોન-પરફોર્મીંગ (બિન-ઉપજાઉ) અસ્કયામતો (એનપીએ) તરીકે વર્ગીકૃત કરી ન હતી, (iii) એક લોન મંજૂર કરી હતી જેમાં તેના એક ડિરેક્ટરના સંબંધી જામીન/જામીનદાર હતા, (iv) નિયત સમયમર્યાદામાં આરબીઆઈને છેતરપિંડીના પાંચ કેસની જાણ કરી ન હતી અને (v) નિયત સમયાંતરે ખાતાઓનું સામયિક અપડેશન કર્યું ન હતું, પરિણામે આરબીઆઈ દ્વારા જારી કરાયેલ ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થયું હતું. ઉક્ત બાબતોના આધાર પર, બેંકને નોટિસ જારી કરવામાં આવી હતી જેમાં તેને આરબીઆઈ દ્વારા જારી કરાયેલ નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ શા માટે લાદવામાં ન આવે તે અંગે કારણ બતાવવાની સલાહ આપવામાં આવી હતી. નોટિસ પર બેંકનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા પછી, આરબીઆઈ એ નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોનું પાલન ન કરવા માટેના ઉપરોક્ત આરોપો સાબિત થયા હતા અને નાણાકીય દંડ લાદવાની આવશ્યકતા હતી. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2023-2024/4 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: