RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

133984376

ભારતીય રિઝર્વ બેંકે સુલેમાની કો-ઓપરેટિવ બેંક લિ., વડોદરા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે 10 ફેબ્રુઆરી 2025 ના આદેશ દ્વારા સુલેમાની કો-ઓપરેટિવ બેંક લિ., વડોદરા, ગુજરાત (બેંક) પર 'પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (શ. સ. બેંકો) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવી' અને 'થાપણો પર વ્યાજ દર' અંગે ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નિશ્ચિત નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹2.00 (રૂપિયા બે લાખ પૂરા) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46(4)(i) અને કલમ 56ની સાથે કલમ 47એ(1)(સી)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

31 માર્ચ 2023 ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશોના ઉલ્લંઘન અંગેના પર્યવેક્ષણીય તારણો અને તે સંબંધિત પત્રવ્યવહારના આધારે બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને ઉપર જણાવેલ નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંકના જાણવામાં આવ્યું કે, અન્ય બાબતોની સાથે, બેંક વિરુદ્ધના નીચેના આરોપો સાબિત થયા છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે:

i. વિવેકપૂર્ણ આંતર-બેંક (કુલ) એક્સપોઝર મર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી;
ii. નિર્ધારિત લઘુતમ સમયગાળાથી ઓછા સમયગાળાની બાંધી મુદતની થાપણો બહાર પાડી હતી; અને
iii.અયોગ્ય સંસ્થાઓના નામે કેટલાક બચત ખાતા ખોલ્યા હતા

આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.

(પુનીત પંચોલી)  
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2024-2025/2147

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?