RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109742984

ભારતીય રિઝર્વ બેંકે ધી આદિનાથ કૉ-ઓપરેટીવ બેંક લિ., જિ. સુરત, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંકે તારીખ 13 ફેબ્રુઆરી 2024ના આદેશ દ્વારા, ધી આદિનાથ કૉ-ઓપરેટીવ બેંક લિ., જિ. સુરત, ગુજરાત (બેંક) પર પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબી) દ્વારા અન્ય બેંકોમાં થાપણો મૂકવીપર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ 1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)() અને 56ની સાથે કલમ 47(1)()ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.

કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે બાબત જાણવામાં આવી કે બેંકે વિવેકપૂર્ણ આંતરબેંક સકલ એક્સપોઝર મર્યાદા નું અને વિવેકપૂર્ણ આંતરબેંક કાઉન્ટર પાર્ટી એક્સપોઝર મર્યાદા નું ઉલ્લંઘન કર્યું હતું. તે સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને કથિત નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર  આવી કે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને બેંક પર નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(શ્વેતા શર્મા)   
ઉપ મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/1914                                                                     

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?