ભારતીય રિઝર્વ બેંકે ધી ભુજ કૉમર્શિયલ કૉ-ઓપરેટીવ બેંક લિ., ભુજ, જિ. કચ્છ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી ભુજ કૉમર્શિયલ કૉ-ઓપરેટીવ બેંક લિ., ભુજ, જિ. કચ્છ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ
ભારતીય રિઝર્વ બેંકે તારીખ 08 ડિસેમ્બર 2023ના આદેશ દ્વારા, ધી ભુજ કૉમર્શિયલ કૉ-ઓપરેટીવ બેંક લિ., ભુજ, જિ. કચ્છ, ગુજરાત (બેંક) પર ‘ભારતીય રિઝર્વ બેંક (આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)) નિર્દેશો, 2016’ અને ‘ભારતીય રિઝર્વ બેંક (સહકારી બેંકો – થાપણો પર વ્યાજનો દર) નિર્દેશો, 2016’ પર ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ ₹1.50 લાખ (રૂપિયા એક લાખ પચાસ હજાર પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમોં 46(4)(ટ) અને 56ની સાથે કલમ 47એ(1)(ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પશ્ચાતભૂમિકા 31 માર્ચ, 2022ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલું બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) અને તે સંબંધિત નિરીક્ષણ અહેવાલ, જોખમ આકારણી અહેવાલ અને સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે (i) તેના ગ્રાહકોં નું નીચી, મધ્યમ કે ઉચ્ચ જોખમ શ્રેણી માં વર્ગીકરણ કર્યું નહોતું અને (ii) ચાલુ ખાતાં સિવાયના ખાતાઓમાં વ્યાજ મુક્ત થાપણો સ્વીકારી હતી. તે સંદર્ભમાં, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને કથિત નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, ભારતીય રિઝર્વ બેંક એવા નિષ્કર્ષ પર આવી કે ભારતીય રિઝર્વ બેંક ના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને બેંક પર નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાલ) પ્રેસ જાહેરાત: 2023-2024/1612 |