<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેન્ક ધી ભૂજ મર્કેન્ટાઈલ કો-ઑપ&# - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેન્ક ધી ભૂજ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક ધી ભૂજ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) પર લાદેલો નાણાકીય દંડ ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 14 ડિસેમ્બર, 2022ના આદેશ દ્વારા, ધી ભૂજ મર્કેન્ટાઈલ કો-ઑપરેટીવ બેંક લિ., અમદાવાદ (ગુજરાત) (બેંક) પર ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન / ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ અને ‘ધિરાણોનું પ્રબંધન – શહેરી સહકારી બેંકો અંગેના માસ્ટર પરિપત્ર’ના ઉલ્લંઘન બદલ ₹7.00 લાખ (રૂપિયા સાત લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી ઉપરોક્ત નિર્દેશોના અનુપાલન કરવામાં બેંકની નિષ્ફળતાને ધ્યાનમાં લેતા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4) (i) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે. આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. પૃષ્ઠભૂમિ 31 માર્ચ, 2021ના રોજ બેંકની વિત્તીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા બેંકના વૈધાનિક નિરીક્ષણ (statutory inspection), તેને લગતા નિરીક્ષણ અહેવાલ અને જોખમ મૂલ્યાંકન અહેવાલ તેમજ તે સંબંધિત સમગ્ર પત્રવ્યવહારના પરીક્ષણને કારણે અન્ય બાબતોની સાથે સાથે એ બાબત જાણવામાં આવી કે બેંકે એવી પાંત્રીસ લોન મંજૂર કરેલી હતી, જેમાં નિર્દેશકોના સગાવ્હાલાં જામીન / ગેરંટીકર્તા તરીકે ઊભા રહ્યા હતા અને મંજૂર કરેલી કેટલીક લોનના અંતિમ ઉપયોગ પર દેખરેખ રાખવામાં નહોતી આવી, જેના પરિણામે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ઉપરોક્ત નિર્દેશોનું ઉલ્લંઘન થયું હતું. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોના ઉલ્લંઘન માટે તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘનને લગતો ઉપરોક્ત આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2022-2023/1402 |