<font face="mangal" size="3px">ભારતીય રિઝર્વ બેન્ક ઘી બોડેલી અર્બન કોઓપરેટ - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેન્ક ઘી બોડેલી અર્બન કોઓપરેટીવ બેન્ક લી. બોડેલી, જિલ્લો છોટા ઉદેપુર (ગુજરાત) પર નાણાકીય દંડ લાદે છે
19 ડિસેમ્બર 2022 ભારતીય રિઝર્વ બેન્ક ઘી બોડેલી અર્બન કોઓપરેટીવ બેન્ક લી. બોડેલી, જિલ્લો છોટા ઉદેપુર (ગુજરાત) પર નાણાકીય દંડ લાદે છે ઘી ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ), 16 ડિસેમ્બર 2022 ના એક આદેશ પ્રમાણે પ્રાઈમરી અર્બન કોઓપરેટીવ બેંકો માટેના આરબીઆઈના દિશાનિર્દેશોના 'ડાયરેક્ટરોને આપવામાં આવતી લોનો અને ધિરાણો વિગેરે. - ડાયરેક્ટરો જામીન થવા / બાંયધરી આપવા ની ચોખવટ' અને 'વૈધાનિક અનામતોની જાળવણી - કેશ રિઝર્વ રેશિઓ (સીઆરઆર) અને સ્ટેટ્યૂટરી લીકવીડિટી રેશિઓ (એસએલઆર) પ્રાઈમરી અર્બન કોઓપરેટીવ બેંકો માટેના ઉલ્લંઘન બદલ ઘી બોડેલી અર્બન કોઓપરેટીવ બેન્ક લી. બોડેલી જિલ્લો છોટા ઉદેપુર (ગુજરાત) (બેન્ક) પર રૂ ૨.૨૫ લાખ( રૂપિયા બે લાખ પચ્ચીસ હાજર પુરા) નું નાણાકીય દંડ લાદે છે. આરબીઆઈને કલમ 47 એ (1) સી ની સાથે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 46 (4) (1) અને 56 માં મળેલ અધિકારોને વંચાણે લેતા, ઉપર જણાવેલ દિશા નિર્દેશોના પાલનમાં નિષ્ફળતા બદલ આરબીઆઈએ આ દિશા નિર્દેશો જારી કર્યા છે. આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં રહેલી ઉણપ માટે છે જેને બેન્ક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ વ્યવહારો કે કરાર ની વેદ્યતા સાથે કોઈ નિસ્બત નથી પૃષ્ઠભૂમિ આરબીઆઈ દ્વારા બેન્કની 31 માર્ચ 2021 ની નાણાકીય પરિસ્થિતિ માટે વૈધાનિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને ઇન્સ્પેક્શન રિપોર્ટ ની ચકાસણી તેના પર આધારિત જોખમ આધારિત આકલન અને તેને સલંગ્ન પત્રવ્યવહાર પરથી જણાયું કે બેંકે બે લોનો મંજુર કરી છે કે જેમાં ડાયરેક્ટરના સબંધી જામીન / બાંહેધરી આપનાર રહ્યા છે અને બેંકે કેશ રિઝર્વ રેશીઓ (સીઆરઆર) ની જાળવણી કરી નથી જેથી આરબીઆઈના 6 ડિસેમ્બર 2022 ના એક આદેશ પ્રમાણે પ્રાઈમરી અર્બન કોઓપરેટીવ બેંકો માટેના આરબીઆઈના ઉપર જણાવેલ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. આ સંબંધમાં, બેન્કને એક નોટિસ પાઠવવામાં આવી હતી કે આરબીઆઈના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા માટેના કારણે દંડ કેમ ન કરવું. આપેલ નોટિસ પ્રત્યે બેન્કનો જવાબ અને વ્યક્તિગત સુનાવણી ને ધ્યાનમાં રાખીને, આરબીઆઈ આ નિષ્કર્ષ પર પહોંચી કે આરબીઆઈના દિશાનિર્દેશો બાબતે ઉપર જણાવેલ માં તથ્ય છે અને બેંકે નાણાકીય દંડ લાદવું જોઈએ. (યોગેશ દયાળ) પ્રેસ જાહેરાત: 2022-2023/1399 |