RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108887096

ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઓપરેટીવ બેંક ઓફ મહેસાણા લિ., મહેસાણા, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ

18 સપ્ટેમ્બર 2023

ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઓપરેટીવ બેંક ઓફ મહેસાણા લિ., મહેસાણા, ગુજરાત પર
લાદેલો નાણાકીય દંડ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, 22 ઓગસ્ટ 2023 ના રોજના આદેશ દ્વારા, ધી કો-ઓપરેટીવ બેંક ઓફ મહેસાણા લિ., મહેસાણા, ગુજરાત (બેંક) પર, ‘નિર્દેશકો, સગાવ્હાલાં અને પેઢીઓ / સંસ્થાઓ, જેમાં તેઓનું હિત હોય, તેઓને ઋણ અને ધિરાણ’, ‘નિર્દેશકો વિ.ને ઋણ અને ધિરાણ – જામીન/ગેરંટીકર્તા તરીકે નિર્દેશકો - સ્પષ્ટતા’ અને ‘પ્રાથમિક (શહેરી) સહકારી બેંકો (યુસીબીસ) દ્વારા અન્ય બેંકોમાં થાપણ મૂકવી’ પર આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું અનુપાલન નહી કરવા બદલ, રૂપિયા 3.50 લાખ (રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર માત્ર) નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ, બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 46 (4) (i) અને 56 સાથે વાંચેલી કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ હેઠળ આરબીઆઈને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને લાદવામાં આવ્યો છે.

આ કાર્યવાહી નિયમનકારી અનુપાલનમાં ખામીઓ પર આધારિત છે અને તેનો હેતુ બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઈપણ વ્યવહાર અથવા કરારની માન્યતા પર અભિપ્રાય /નિર્ણય આપવાનો નથી.

પશ્ચાતભૂમિકા

31 માર્ચ, 2022 ના રોજની બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં આરબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ બેંકનું વૈધાનિક નિરીક્ષણ, તથા નિરીક્ષણ અહેવાલ તથા જોખમ આકારણી અહેવાલ અને તેને લગતા તમામ સંબંધિત પત્રવ્યવહારની ચકાસણીમાં, અન્ય બાબતોની સાથોસાથ, એ બાબત જાણવામાં આવી કે બેંકે, (i) એવા ધીરાણ મંજૂર કર્યાં હતાં જેમાં બેંકના એક ડિરેક્ટરના સંબંધી ગેરંટીકર્તા હતા અને (ii) વિવેકપૂર્ણ આંતર-બેંક પ્રતિપક્ષ એક્સપોઝર મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હતું. ઉક્ત બાબતના આધાર પર, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી, જેમાં તેને એમ પૂછવામાં આવ્યું કે તેમાં જણાવેલ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો તે અંગેનું કારણ તે દર્શાવે.

બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, આરબીઆઈ એવા નિષ્કર્ષ પર આવી કે આરબીઆઈના ઉપરોક્ત નિર્દેશોના અપરિપાલનને લગતો આરોપ સાબિત થયો છે અને નાણાકીય દંડ લાદવો આવશ્યક છે.

(યોગેશ દયાલ) 
મુખ્ય મહાપ્રબંધક

પ્રેસ જાહેરાત: 2023-2024/941

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

અમારી એપ ઇન્સ્ટોલ કરવા માટે QR કોડ સ્કેન કરો

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?