ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઑપરેટીવ બેંક ઑફ રાજકોટ લિ., રાજકોટ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ. - આરબીઆઈ - Reserve Bank of India
ભારતીય રિઝર્વ બેંકે ધી કો-ઑપરેટીવ બેંક ઑફ રાજકોટ લિ., રાજકોટ, ગુજરાત પર લાદેલો નાણાકીય દંડ.
ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) તારીખ 09 ઓગસ્ટ, 2024ના આદેશ દ્વારા, ધી કો-ઑપરેટીવ બેંક ઑફ રાજકોટ લિ., રાજકોટ, ગુજરાત (બેંક) પર ‘થાપણો પર વ્યાજના દરો’ અને ‘માસ્ટર નિર્દેશો – આપના ગ્રાહકને ઓળખો (કેવાયસી)’ પર આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોના ઉલ્લંઘન બદલ8.00 લાખ (રૂપિયા આઠ લાખ પૂરા)નો નાણાકીય દંડ લાદેલ છે. આ દંડ ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 46 (4)(ટ) અને કલમ 56ની સાથે કલમ 47એ (1) (ગ)ને વાંચતા, તે અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકને પ્રાપ્ત થતી સત્તાનો ઉપયોગ કરીને લગાવ્યો છે.
31 માર્ચ, 2023ના રોજ બેંકની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકનું વૈધાનિક નિરીક્ષણ (statutory inspection) કરવામાં આવ્યું હતું. આરબીઆઈના નિર્દેશોના ઉલ્લંઘન સંબંધિત પર્યવેક્ષણીય તારણો (supervisory findings) અને તે સંદર્ભમાં કરવામાં આવેલા સંબંધિત પત્રવ્યવહારના આધારે, બેંકને એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં બેંકને તેમાં જણાવેલા નિર્દેશોનું અનુપાલન કરવાની તેની નિષ્ફળતા બદલ તેની પર દંડ શા માટે ન લાદવો, તે અંગે કારણ દર્શાવવા માટે જણાવવામાં આવ્યું હતું. બેંક દ્વારા આપવામાં આવેલા નોટિસના પ્રત્યુત્તર અને વ્યક્તિગત સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ, અન્ય બાબતોની સાથે સાથે, આરબીઆઈને એમ જાણવામાં આવ્યું કે બેંક વિરુદ્ધ લગાવવામાં આવેલા નીચેના આરોપો સાબિત થાય છે અને તેથી નાણાકીય દંડ લાદવો આવશ્યક છે. બેંકે (i) 37 એવી, સંસ્થાઓના બચત ખાતાઓ ચલાવી રહી છે જેની બધી જ આવકને આવકવેરા અધિનિયમ, 1961 અંતર્ગત આવકવેરામાંથી મુક્તિ મળતી નહોતી, (ii) નિર્ધારિત સમયાંતર મુજબ (as per prescribed periodicity) કેવાયસીનું જોખમ આધારિત મુદતી અદ્યતનીકરણ (periodic updation) કર્યું નહોતું.
આ કાર્યવાહી વિનિયામક અનુપાલનમાં ત્રુટિઓ (deficiencies in regulatory compliance) પર આધારિત છે અને તેનો ઉદ્દેશ ઉક્ત બેંક દ્વારા તેના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈ પણ લેણદેણ યા કરારની વૈધતા પર સવાલ કરવાનો નથી. વધુમાં, બેંક પર લાદવામાં આવેલો આ નાણાકીય દંડ, આરબીઆઈ દ્વારા બેંકની વિરુદ્ધ લેવામાં આવી શકે તેવા કોઈપણ બીજા પગલાને બાધ નથી કરતો.
(પુનીત પંચોલી) ચીફ જનરલ મેનેજર પ્રેસ રિલીઝ: 2024-2025/954 |